GUJARAT : રસીકરણમાં રાજ્ય અગ્રેસર, 4થી 5 લાખ લોકોને રસી આપવાનું આયોજન : નીતિન પટેલ

GUJARAT : દેશમાં સંભવિત ત્રીજી લહેરને પગલે તૈયારીઓ કરાઇ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ મામલે એક એક્શન પ્લાન ઘડાયો છે. આ અંગે માહિતી આપતા રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે..

GUJARAT : દેશમાં સંભવિત ત્રીજી લહેરને પગલે તૈયારીઓ કરાઇ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ મામલે એક એક્શન પ્લાન ઘડાયો છે. આ અંગે માહિતી આપતા રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે સંભવિત ત્રીજી લહેરને પગલે રાજય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને, ત્રીજી લહેરની તૈયારીઓ કરનાર ગુજરાત રાજય પ્રથમ છે. સાથે જ તેમણે ઉમેર્યું કે દવા, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની અસુવિધા ન સર્જાય તે માટે તૈયારીઓ થઇ છે.

વધુમાં નીતિન પટેલે ઉર્મેયું કે પહેલી-બીજી લહેરમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવામાં જે સમય બગડતો હતો તે હવે નહીં બગડે. દર્દીઓના સગા ઓનલાઇન જાણી શકશે કે કંઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. દર્દીઓને ઘરની નજીક જ બેડ મળી રહે તેવી પ્રાથમિકતા અપાશે. આ સાથે તેમણે રસીકરણમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનું કહ્યું છે. અને, આવનારા સમયમાં 4થી 5 લાખ લોકોને રસી આપવાનું સરકારે આયોજન કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે રાજયમાં કેસ વધે તો મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની અછત નહીં થાય, કોરોનાના કેસ ઘટતા પ્રતિબંધો હળવા કર્યા છે. પરંતુ પ્રજાએ સર્તકતા રાખવી જરૂરી છે. સરકારે આર્થિક ગતિવિધીઓ ચાલું રહે તેવા પ્રયાસો કર્યા છે.

આરોગ્યમંત્રીએ કહ્યું કે એક્શન પ્લાન તૈયાર કરવામા અભ્યાસુ તજજ્ઞોની મદદ લેવામાં આવી છે. હવે રાજયમાં 14 હજારથી પણ વધારે કેસ આવે તો તેની તૈયારીઓ આ પ્લાન થકી કરવામાં આવી છે. સાથે જ ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા નવા પ્લાન્ટ પણ શરૂ કરાયા છે. અને, બીજી વેવમાં ઓક્સિજનની અછતને જોઇને ત્રીજી વેવમાં ઓક્સિજન મામલે વિશેષ તૈયારીઓ કરાઇ છે. નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવા 108ને જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ પટેલે ઉમેર્યું છે.

આરોગ્યમંત્રીએ કહ્યું કે ત્રીજી વેવમાં કેવી અસર રહેશે, અને કોરોનાનો આંકડો કેટલો રહેશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, રાજય સરકાર કોરોનાની લડત સામે સજ્જ હોવાનું તેમણે કહ્યું છે. રાજ્યમાં રસીકરણનો આંક 2 કરોડને પાર થઈ ગયો છે. રાજ્યના 1.55 કરોડ એટલે કે 33.51% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 45.45 લાખ એટલે કે 9.81% વસતીએ બંને ડોઝ લીધા છે. દરમિયાનમાં રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati