Gujarat : 11થી 26 જૂન સુધી ધાર્મિક સ્થાનો, હોટેલ-રેસ્ટોરન્ટ, હેર સલુન સહિતના એકમોને છુટછાટ, કોર કમિટીમાં લેવાયો નિર્ણય

Gujarat : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કેટલીક છુટછાટના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજયમાં તારીખ ૧૧ જૂનથી 26 જૂન સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

| Updated on: Jun 09, 2021 | 7:00 PM

Gujarat : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કેટલીક છુટછાટના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજયમાં તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ કેટલાક અન્ય મહત્વના નિર્ણયો ( તારીખ 11 જૂનથી 26 જૂન સુધી)

રાજયમાં રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રહેશે. તથા, હોટેલમાં પાર્સલ સુવિધા રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.

રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9થી તા-૨૬ જુનના સવારે 6 વાગ્યા સુધી દિવસ દરમિયાન દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ કરવાનો રહેશે. જેમાં તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રહેશે. એટલે કે, હાલની કર્ફ્યુની સમયમર્યાદામાં એક કલાકનો ઘટાડો કરાયો છે.

આ સાથે રાજયમાં લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગબગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે. અને, SOPનું પાલન આવશ્યક રહેશે.

રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS-TOEFની પરીક્ષાઓ SOPના પાલન સાથે યોજવાની પણ છૂટ છે.રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં SOPના પાલન સાથે રાખી શકાશે.

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રહેશે. પરંતુ, 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ SOPનું પાલન કરવું પડશે.  રાજયમાં શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી કૈલાસનાથન, વિધાનસભા ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ સહિત વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">