G20 Summit : PM મોદીએ વિશ્વ નેતાઓનું કર્યું ઉષ્માભેર સ્વાગત-Watch Video

| Edited By: | Updated on: Sep 09, 2023 | 5:14 PM

G20 Summi : ભારતના વડાપ્રધાને બધા દેશના પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. દરેક દેશના નેતાઓને હેન્ડશેક કરીને તેની સાથે વ્યક્તિગત વાત પણ કરી હતી. દરેક મહેમાનો તેમજ રાષ્ટ્રપતિને મીઠો આવકારો આપીને વેલકમ કર્યું હતું.

G20 Summit : દેશની રાજધાની દિલ્હીમાં G20 સમિટ શરૂ થઈ ગઈ છે. PM મોદીએ પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં તમામ રાજ્યોના વડાઓ અને G-20 ના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. જ્યાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું તે સ્થળ ભારત મંડપમ છે. તેની પાછળ એક મોટું વર્તુળ જેવું જે દેખાતું હતું, જેનું નામ કોણાર્ક ચક્ર છે. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને કોણાર્ક ચક્રના મહત્વ વિશે જણાવ્યું.

આ પણ વાંચો : G 20 Summit: ભારતે દેખાડ્યુ પરિવર્તનનું ચક્ર, કોણાર્ક ચક્રની સામે વડાપ્રધાન મોદીએ દુનિયાભરના નેતાઓ સાથે હાથ મિલાવ્યા, જાણો તેની ખાસિયત

ભારતના વડાપ્રધાને બધા દેશના પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. દરેક દેશના નેતાઓને હેન્ડશેક કરીને તેની સાથે વ્યક્તિગત વાત પણ કરી હતી. દરેક મહેમાનો તેમજ રાષ્ટ્રપતિને મીઠો આવકારો આપીને વેલકમ કર્યું હતું.

‘આશા અને વિશ્વાસનું નવું નામ – ભારત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેની સામે લગાવેલી નેપ પ્લેટ પર ભારત લખેલું હતું. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ભારતમાં ઈન્ડિયા vs ભારતની ચર્ચા ચાલી રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સોશિયલ મીડિયા પર આ આપી

તમને જણાવી દઈએ કે, જ્યારે કોઈ દેશની સત્તાવાર મીટિંગ હોય છે, ત્યારે તેના પ્રતિનિધિની આગળ નેમપ્લેટ પર તે દેશનું નામ પણ લખવામાં આવે છે, જે દર્શાવે છે કે મીટિંગમાં હાજર વ્યક્તિ તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

G-20 સમિટની બેઠકમાં PM મોદીની સામે મૂકવામાં આવેલી નેમ પ્લેટ પર ભારતને બદલે અંગ્રેજીમાં BHARAT લખેલું જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં દેશનું નામ બદલવાની અફવાઓ સાચી છે કે કેમ તે અંગે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો