સનાતન ધર્મ મુદ્દે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના એક નિવેદનના કારણે વિવાદ થયો છે, ભાજપે તેના પર આકરા પ્રહાર કર્યા છે, સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું હતું કે, કેટલીક બાબતો નષ્ટ કરવી જોઇએ નહીં કે તેનો વિરોધ કરવો જોઇએ. ઉદાહરણ તરીકે મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના.
આપણે આ બધાને નષ્ટ કરવા જોઇએ. સનાતન ધર્મ પણ આવો જ છે, આપણું પહેલુ કર્તવ્ય સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેનો નાશ કરવાનો હોવો જોઈએ. સનાતન શબ્દ સંસ્કૃતમાંથી લેવાયો છે. આ સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધમાં છે. સનાતનનો અર્થ જ છે કે તે બદલી ન શકાય અને તેના પર કોઇ સવાલ ન ઉઠાવી શકે.
Published On - 12:33 pm, Sun, 3 September 23