AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થઇ ઐશ્વર્યા રાયની લાડલી, ઝૂમીને ગાયુ ભજન, જુઓ Video

| Updated on: Jun 12, 2021 | 2:54 PM
Share

આરાધ્યા ભગવાન રામના ભજન પણ એકદમ ખુશી અને ઝૂમીને ગાઈ રહી છે. તે ભજનના તાલ સાથે તાલ મિલાવવા માટે તાળી વગાડતી ભજનમાં લીન જોવા મળી રહી છે.

સ્ટાર કિડ્સ અવાર નવાર ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મો સાથે સંકળાયેલ હોય કે ના હોય.પરંતુ તેમના પર ફેન્સની નજર હંમેશા રહે છે. બચ્ચન પરિવારનો ઉગતો સિતારો અને ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા લાઈમ લાઈટથી દુર રહે છે. ભાગ્યે જ ક્યાંક આ સ્ટાર કીડ જોવા મળે છે. તેમ છતાં તે ફેન્સ વચ્ચે એટલી જ પોપ્યુલર છે.

તાજેતરમાં આરાધ્યા બચ્ચન તેના એક અલગ અંદાજને લઈને લોકોને વધુ પસંદ આવી રહી છે. હાલમાં તેનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જી હા આ વિડીયો એટલો જ રસપ્રદ પણ છે. આ વિડીયોમાં આરાધ્યા બચ્ચન પ્રભુ શ્રી રામની પૂજા કરતી જોવા મળી રહી છે.

આ સાથે જ તે ભગવાન રામના ભજન પણ એકદમ ખુશી અને ઝૂમીને ગાઈ રહી છે. તે ભજનના તાલ સાથે તાલ મિલાવવા માટે તાળી વગાડતી ભજનમાં લીન જોવા મળી રહી છે. આ વિડીયોને ગયા વર્ષ નવેમ્બરમાં હોમ બોલીવુડ નામની યૂટ્યુબ ચેનલ પર મુકવામાં આવ્યો હતો.

આજે પણ પોપ્યુલર વિડીયો

વિડીયોમાં આરાધ્યાને જોઇને તમને ઐશ્વર્યા જ યાદ આવી જશે. ઐશ્વર્યાના બાળપણના ફોટોઝ જોશો અને આરાધ્યાને જોશો તો બંનેમાં કોઈ ફરક નહીં દેખાય. આ વિડીયોને પોસ્ટ કરે ઘણા માહીના વીતી ગયા છે. તેમ છતાં વિડીયો તેટલો જ પોપ્યુલર છે. આ વિડીયોને લાખો વખત જોવામાં પણ આવ્યો છે.

આ વિડીયો ત્યારનો છે જ્યારે આરાધ્યા પોતાનો 9 મો જન્મદિન ઉજવી રહી હતી. તમને જણાવી દઈએ કે માતા અને દીકરી એટલે કે ઐશ્વર્યા અને આરાધ્યા વચ્ચે બહુ શાનદાર બોન્ડીંગ છે. એક વખત ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે તેનો બધો જ સમય આરાધ્યા સાથે વિતાવે છે.

ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, “હું મારી મનની સ્થિતિ પર નિશ્ચિતપણે વિશ્વાસ કરું છું. હું આરાધ્યાને જે આપી રહી છું તે છે કે દરેક સ્થિતિમાં પોઝિટિવ રહેવાનું છે. આપણે ફક્ત એક બ્લડ ગ્રુપ નથી અને આ જીવનમાં દરેક વસ્તુ માટે શીખવાની અવસ્થા છે.”

 

આ પણ વાંચો: Jammu-Kashmir માં CRPF અને પોલીસ ટીમ પર મોટો આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ

આ પણ વાંચો: ફ્રીમાં નહીં મળે ફાઈઝર અને મોડર્ના વેક્સિન, પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઊંચા ભાવે આપવાની તૈયારી!

g clip-path="url(#clip0_868_265)">