Jammu-Kashmir માં CRPF અને પોલીસ ટીમ પર મોટો આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ

આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓનું બચવું અશક્ય છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. નજીકના તમામ નાકા સીલ કરી દેવાયા છે.

Jammu-Kashmir માં CRPF અને પોલીસ ટીમ પર મોટો આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 2:14 PM

જમ્મુ કાશ્મીરથી (Jammu-Kashmir) મોટા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરના સોપોરમાં એક મોટો આતંકી હુમલો (Terror Attack On CRPF And Police Team In Sopore) થયો છે. આતંકવાદીઓએ CRPF અને પોલીસ ટીમ (J&K Police) પર હુમલો કર્યો. આ ઘટનામાં બે પોલીસકર્મી શહીદ થયા. જ્યારે અન્ય બે પોલીસકર્મી ઘાયલ થયા છે. આ સિવાય બે સામાન્ય નાગરીકોનું પણ આ હુમલામાં મોત થયું છે.

સુરક્ષાદળોની જોઈન્ટ ટીમ પર આતંકી હુમલો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમને જણાવી દઈએ કે આ આતંકી હુમલો જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF ની જોઈન્ટ ટીમ પર થયો છે. હુમલો સોપોરના આરામપુરામાં એક નાકા પર થયો છે. હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલાનાં કારણે 2 પોલીસકર્મી શહીદ અને બે ઘાયલ થયાના સમાચાર છે.

હુમલા પાછળ આ આતંકી સંગઠનનો હાથ

કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે સોપોરમાં થયેલા હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે. તે જ સમયે આ હુમલામાં બે નાગરિકોનું પણ મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ છે.

વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરુ

આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓનું બચવું અશક્ય છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. નજીકના તમામ નાકા સીલ કરી દેવાયા છે.

અહેવાલો અનુસાર પોલીસ અધિકારીનું કહેવું છે કે આતંકવાદીઓને કોઈ પણ હાલમાં છોડવામાં નહીં આવે. અમે તેમને જલ્દી જ પકડી લઈશું. આ એક મોટો આતંકી હુમલો છે. તેમને આની સજા જરૂર મળશે.

આ પણ વાંચો: ફ્રીમાં નહીં મળે ફાઈઝર અને મોડર્ના વેક્સિન, પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઊંચા ભાવે આપવાની તૈયારી!

આ પણ વાંચો: સ્ટારડમ ચડ્યુ માથે! ફેમિલી મેન 2ની સક્સેસ બાદ મનોજ બાજપેયીએ માંગી મસમોટી રકમ, જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">