એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થનારી વેબ સિરીઝ, ‘માઈન્ડ ધ મલ્હોત્રા’ સીઝન 2નું ટ્રેલર લોન્ચ
આ વેબ સિરીઝ ઈઝરાયેલના શો 'લા ફેમિગ્લિયા'ની ભારતીય રિમેક છે. વેબ સિરીઝ 'માઈન્ડ ધ મલ્હોત્રા' સીઝન 2નું પ્રીમિયર 12 ઓગસ્ટે થશે.
OTT News : OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ (Amazon Prime)વિડિયોએ સિટકોમ ‘માઈન્ડ ધ મલ્હોત્રાસ’ની બીજી સીઝનની જાહેરાત કરી છે. મેકર્સે આ કોમેડી શોનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. વેબ સિરીઝ ‘માઈન્ડ ધ મલ્હોત્રા’ દ્વારા, મલ્હોત્રાઓ ફરી એકવાર મનોરંજનના પરફેક્ટ ડોઝ સાથે તેમના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા પાછા ફર્યા છે. મદિબા એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, કોમેડી-ડ્રામા (Comedy-drama) સ્ટાર્સ મીની માથુર, સાયરસ સાહુકર, સુષ્મિતા મુખર્જી, આનંદિતા પગ્નીસ, નિક્કી શર્મા, જેસન ડીસોઝા, રાહુલ વર્મા અને ડેન્ઝીલ સ્મિથ.
‘માઈન્ડ ધ મલ્હોત્રા’ની બીજી સીઝન ટૂંક સમયમાં આવશે
સાહિલ સંઘે આ સિરીઝ બનાવી છે જે પ્રેક્ષકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે, જેને તેણે કરણ શર્મા સાથે મળીને લખી છે. તમને જણાવી દઈએ કે આ સિરીઝ ઈઝરાયેલના શો ‘લા ફેમિગ્લિયા’ની ભારતીય રિમેક છે. વેબ સિરીઝ ‘માઈન્ડ ધ મલ્હોત્રા’ સીઝન 2નું પ્રીમિયર 12 ઓગસ્ટે થશે. શોની પ્રથમ સિઝનમાં દર્શકોને ઋષભ (સાયરસ) અને શેફાલી (મિની)ના મધ્ય-જીવનના વૈવાહિક મુદ્દાઓની ઝલક આપવામાં આવી હતી, જે સિઝન 2માં વધુ ડ્રામા અને મનોરંજન સાથે ચાલુ રહેશે. શેફાલી એક ઓનલાઈન શેફ તરીકે ફોલોઅર્સની રેસમાં દોડે છે, તો રિષભ કરોડપતિ બનવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે.
શેફાલીની ભુમિકા નિભાવવા માટે મિની માથુર ઉત્સાહિત
આ શૌને લઈ એક્સાઈટેડ મિની માથુરે કહ્યું કે, અમે લોકો ફરી આવી ગયા છીએ.શેફાલી મલ્હોત્રાની ભૂમિકા નિભાવવા માટે મને દર્શકો પાસેથી ખુબ પ્રેમ અને પ્રશંસા અને વખાણ સાંભળવા મળ્યા છે.તેને આશા છે કે છેલ્લી સીઝનની જેમ આ વખતે પણ ઋષભ અને શેફાલી દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. અભિનેતા સાયરસ સહુકરે વધુમાં કહ્યું કે, આ શોની પ્રથમ સિઝન અદ્ભુત હતી અને અમે તેની સફળતાથી ઉત્સાહિત છીએ. જોકે, તે સિરીઝની બીજી સિઝનને લઈને ખૂબ જ ઉત્સાહિત હોવાની સાથે સાથે નર્વસ પણ છે.