ભુજના ખાવડા પાસેના ભારતનગરમાં 154 વિદ્યાર્થીઓએ એક સાથે શાળા છોડી દીધી- જુઓ Video

ભુજના ખાવડા પાસેના ભારતનગરમાં 154 વિદ્યાર્થીઓએ એક સાથે શાળા છોડી દીધી- જુઓ Video

| Updated on: Jul 26, 2025 | 4:39 PM

કચ્છના ભુજ નજીક આવેલા ભારતનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જર્જરિત પેટા વર્ગ અને શેડ નીચે અભ્યાસ કરતા 154 વિદ્યાર્થીઓએ એકસાથે શાળા છોડી દીધી છે.

તમે અવારનવાર જર્જરિત સ્કૂલના સમાચાર સાંભળતા હશે. એવી જ એક ઘટના ભુજના ખાવડા પાસે ભારતનગરના વિદ્યાર્થીઓ 154 વિદ્યાર્થીઓ એકસાથે શાળા છોડી દીધી છે.

આપને જણાવી દઇએ, મુખ્ય શાળામાં 75 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે, પેટા વર્ગમાં 154 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ પેટા વર્ગ જર્જરિત હાલતમાં છે અને શેડ નીચે ભણતર ચાલે છે. જેને લઇ વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ લઇ લીધો છે. ધારાસભ્યો અને સાંસદો સહિત સરકારી અધિકારીઓને અનેક રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તેમની અરજીઓ સાંભળવામાં આવી નથી.

કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ ભારતનગરમાં 6 વર્ષથી રજૂઆત બાદ પણ તંત્રએ શાળા ન બનાવતા સ્થાનિક લોકોએ આવાં કપરા પગલા લેવા પડ્યા છે. અનેે સ્વતંત્ર શાળા બનાવવાની માગ કરી હતી. પરંતુ, કોઇ ના કોઇ કારણોસર દરખાસ્ત રદ થઇ અને યોગ્ય ઉકેલ નહીં આવતા વાલીઓએ શાળામાંથી વિદ્યાર્થીઓના નામ કાઢી નાખ્યા છે.

આ બાબતે સરકાર અને જિલ્લાનું તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી લોકોની માગ છે. જો ઉકેલ ના લેવાય તો વિદ્યાર્થીઓનું ભણતર અને ભવિષ્ય બગડશે…

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 26, 2025 04:28 PM