AI નો લગ્નમાં જાદૂ! સ્વર્ગસ્થ પિતાએ મેરેજના દરેક ફંક્શનમાં આપી હાજરી, બેઠેલા લોકોની આંખોમાં ગંગા-જમના છલકાઈ-જુઓ Video

| Updated on: Mar 09, 2025 | 12:21 PM

Emotional Viral Video: AIની કમાલ! દક્ષિણ ભારતમાં એક લગ્ન દરમિયાન એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો. જેમાં વરરાજાના સ્વર્ગસ્થ પિતા સ્વર્ગમાંથી નીચે ઉતરીને લગ્નના સમારોહમાં હાજરી આપી તેમજ બધા લોકો સાથે ભોજન લેતા અને પછી પાછા સ્વર્ગમાં ફરતા દેખાયા હતા.

આજકાલ AIની ચર્ચા બધે થઈ રહી છે. ક્યાંક તેનો પોઝિટિવ ઉપયોગ થઈ રહ્યો છે તો ક્યાક તેને નેગેટિવ રીતે પણ વાપરવામાં આવી રહ્યું છે. જો કે એક પુત્રના લગ્નમાં સ્વર્ગસ્થ પિતાની હાજરીનો એક ભાવનાત્મક પ્રયોગ પણ પ્રકાશમાં આવ્યો છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ જોઈને બોલી ઉઠ્યા કે, વાહ, શું વાત છે!

દક્ષિણ ભારતમાં એક લગ્ન સમારોહ દરમિયાન એક વિડિઓ ચલાવવામાં આવ્યો હતો જેમાં વરરાજાના સ્વર્ગસ્થ પિતા સ્વર્ગમાંથી નીચે ઉતરતા, તેમની પત્ની અને પુત્રોને મળતા, સમારંભમાં હાજરી આપતા, રાત્રિભોજન કરતા અને પછી સ્વર્ગમાં જતા દર્શાવવામાં આવ્યા હતા. આવો AI વીડિયો ગ્રાફિક્સનો આ અદ્ભુત વીડિયો જુઓ અને તેની વિશિષ્ટતાનો આનંદ માણો….

પુત્રના લગ્નના દરેક પ્રસંગે હાજરી આપી

આ વીડિયો ઘણી બધી લાગણીઓ દર્શાવી રહ્યો છે. પુત્રના લગ્ન પહેલા પિતા કોઈ કારણસર આ દુનિયાને વિદાય આપી દીધી હતી. વીડિયો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે સ્વર્ગમાંથી પિતા આવે છે અને પુત્રના લગ્નના દરેક પ્રસંગે હાજરી આપે છે. તેની પત્ની હોય કે બાળકો સાથે પોઝ આપ્યા તેમજ ભોજનનો આનંદ પણ સાથે લેતા દર્શાવ્યા છે. આ વીડિયો જોઈને ત્યા બેઠેલા દરેક લોકોની આંખો લાગણીઓથી છલકાઈ ગઈ છે.

હકીકતમાં જોઈએ તો કોઈ પણ ટેકનોલોજી આવે તેનો ગેરઉપયોગ કરવાને બદલે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ થાય તો તે કોઈ વરદાનથી કમ નથી.

Published on: Mar 09, 2025 11:54 AM