આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Sep 26, 2024 | 3:48 PM

મોટાભાગના દેશોમાં દરેક ધર્મના પોતાના ધાર્મિક સ્થળો હોય છે, પરંતુ આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં હજુ સુધી એક પણ મસ્જિદ નથી. ઘણી વખત મુસ્લિમ સમુદાયે મસ્જિદ બનાવવા માટે માંગ પણ ઉઠાવી છે, પરંતુ આજ સુધી આ દેશની સરકારે આને મંજૂરી આપી નથી.

ખ્રિસ્તી અને મુસ્લિમ આ બે ધાર્મિક સમુદાયો એવા છે, જે લગભગ દરેક દેશમાં જોવા મળે છે. જ્યાં પણ આ સમુદાયો રહે છે, ત્યાં તેમનું ધાર્મિક સ્થળ પણ હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે, આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં હજુ સુધી એક પણ મસ્જિદ નથી. ઘણી વખત મુસ્લિમ સમુદાયે મસ્જિદો બનાવવા માટે માંગ પણ ઉઠાવી છે, પરંતુ આજ સુધી આ દેશની સરકારે આને મંજૂરી આપી નથી.

આ દેશ સ્લોવાકિયા છે, જે થોડા વર્ષો પહેલા ચેકોસ્લોવાકિયાથી અલગ થઈને બન્યો હતો. આ દેશમાં લગભગ 5000 મુસ્લિમો રહે છે. આ દેશમાં મસ્જિદોના નિર્માણને લઈને ઘણા વિવાદો થયા છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઈસ્લામિક સેન્ટર બનાવવાને લઈને વિવાદ થયો હતો. સ્લોવાકિયામાં ઇસ્લામને સત્તાવાર ધર્મનો દરજ્જો પણ નથી. 30 નવેમ્બર, 2016ના રોજ સ્લોવાકિયાએ એક કાયદો પસાર કર્યો અને ઇસ્લામને સત્તાવાર ધર્મનો દરજ્જો આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.