Delhi Flood: યમુનાનું જળસ્તર ઘટ્યુ, છતાં ખતરો યથાવત, રાજધાનીના 30 વિસ્તાર પાણીમાં, જુઓ VIDEO

|

Jul 16, 2023 | 5:19 PM

Delhi: ગઈકાલે રાત્રે વરસાદ આવતા રાજધાનીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. શહેરના લાલ કિલ્લા, ITO, અક્ષરધામ સહિતના 30 વિસ્તારમાં પાણી ડુબ્યા છે. અનેક જગ્યા પર વૃક્ષ ઉખડી જતા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

Delhi Flood: દિલ્હી જાણે દરિયો બન્યુ હોય હાલમાં તેવી સ્થિતિ રાજધાનીની છે. યમુના નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવા છતાં સમગ્ર દિલ્હી (Delhi) પાણી પાણી છે. આજે સવારે 10 કલાકે યમુનાના પાણીનું લેવલ ઘટી 205.98 નોંધાયુ છે. ગઈકાલે રાત્રે વરસાદ આવતા રાજધાનીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. શહેરના લાલ કિલ્લા, ITO, અક્ષરધામ સહિતના 30 વિસ્તારમાં પાણી ડુબ્યા છે. અનેક જગ્યા પર વૃક્ષ ઉખડી જતા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે અનેક રસ્તા પર ન જવાની એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લા 3 દિવસમાં જ NDRF દ્વારા 6300થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Loksabha Election 2024: મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપની સાથે આવ્યા આ પક્ષ

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video