Cyclone Mocha: બાંગ્લાદેશ-મ્યાનમારના તટ પર ટકરાયું ચક્રવાત ‘મોકા’, ભારે પવનના કારણે એક ટાવર ધરાશાયી

|

May 14, 2023 | 4:57 PM

Cyclone Mocha: ચક્રવાતના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં 8થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

Cyclone Mocha: વર્ષ 2023નું પહેલું વાવાઝોડું ‘મોકા’ (Cyclone Mocha) મ્યાનમાર અને બાંગ્લાદેશના તટ પર ટકરાયુ છે. 195 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં ચક્રવાત ટકરાવાના કારણે બાંગ્લાદેશ અને મ્યામારમાં તબાહી મચી છે. ભારે પવનના કારણે મ્યાનમારના સિત્વેમાં ટાવર ધરાશાયી થયું છે. ચક્રવાતના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં 8થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના કાંઠા વિસ્તારથી 4 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. બન્ને દેશમાં ચક્રવાતથી લોકોને બચાવવા 4 હજારથી વધુ રાહત કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશના ચટગાંવ અને બારિસલના દરિયાકાંઠે ચક્રવાતની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે.

પશ્ચિમ બંગાળ તંત્રેએ NDRFની ટીમોને તૈનાત કરી દીધી છે. તો કેટલાક કાંઠા વિસ્તારોથી લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. NDRFના 200થી વધુ રેસ્ક્યુઅર્સ માઈકથી સતત લોકોને ચેતવી રહ્યા છે. ચક્રવાતની અસરને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. બન્ને દેશની સાથે પશ્ચિમ બંગાળ તંત્રએ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે.

Next Video