CWG 2022: આ વખતે કેટલા ગોલ્ડ મેળવશે વેઈટલિફ્ટર્સ

|

Jul 21, 2022 | 7:22 PM

ગોલ્ડ કોસ્ટમાં 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં (CWG 2022) ભારતના વેઈટલિફ્ટર્સે પોતનો દબદબો રાખ્યો હતો, જેમાં પાંચ ગોલ્ડ સહિત નવ મેડલ જીત્યા હતા. આ વર્ષે પણ તમામ 15 વેઈટલિફ્ટર મેડલ જીતવા માટે સક્ષમ છે.

બર્મિંગહામમાં આ મહિને શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં (Common wealth Games) ભારતીય મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) પાસેથી સૌથી વધુ મેડલની આશા રાખવામાં આવશે. ભારત તરફથી આ રમતમાં 15 સભ્યોની વેઈટલિફ્ટરની ટીમ બર્મિંગહામ જઈ રહી છે. પરંતુ તેમ છતાં કોમનવેલ્થ ગેમ્સ હોય કે કોમનવેલ્થ ચેમ્પિયનશીપ આ બંને સ્પર્ધાઓમાં ભારતીય વેઈટલિફ્ટર્સે પોતાનો દબદબો રાખ્યો હતો. ભારત 1990, 2002 અને 2018માં વેઈટલિફ્ટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશ રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ રમતમાં ભારત 125 મેડલ સાથે બીજો સૌથી સફળ દેશ છે.

Published On - 6:48 pm, Thu, 21 July 22

Next Video