Morbi News: કોંગ્રેસ નેતાઓ ફરી એકવાર આવ્યા જયસુખ પટેલના સમર્થનમાં, જુઓ Video

Morbi News: કોંગ્રેસ નેતાઓ ફરી એકવાર આવ્યા જયસુખ પટેલના સમર્થનમાં, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 2:02 PM

કોંગ્રેસના નેતાઓેએ જયસુખ પટેલને નિર્દોષ ગણાવીને તંત્રના તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટીદાર સંસ્થાઓના વડાઓ સાથે બેઠક કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે.

Morbi News: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈ ફરી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર આરોપી જયસુખ પટેલના સમર્થનમાં ઉતરી આવ્યા છે. કોંગ્રેસના નેતા લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલે SITના રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા અને તટસ્થ તપાસની માગણી કરી છે.

આ પણ વાંચો: Morbi News: ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળતા ચકચાર, હત્યા થઈ હોવાની શંકા

કોંગ્રેસના નેતાઓેએ જયસુખ પટેલને નિર્દોષ ગણાવીને તંત્રના તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટીદાર સંસ્થાઓના વડાઓ સાથે બેઠક કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.

આતરફ લલિત કગથરાએ આક્ષેપ કર્યો કે તે સમયે ચૂંટણી આવતી હોવાથી સરકારે મોરબી પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર અને જિલ્લાના તત્કાલીન કલેક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરી નથી. જો કાર્યવાહી કરે તો તંત્રની ભૂલ સામે આવે અને મતોમાં નુક્સાન થાય એટલે સરકારે તેમની સામે કોઈ જ કાર્યવાહી કરી નથી.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Published on: Oct 23, 2023 02:02 PM