હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાનો મામલો, રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આપ્યા આદેશ

મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલનું ચેકિંગ થશે. ફાયર વિભાગ આજથી રાજ્યમાં ફાયર સેફટી ચકાસણી શરૂ કરશે.

  • TV9 Webdesk13
  • Published On - 13:43 PM, 26 Apr 2021

કોરોના સહિત અન્ય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાનો મામલે રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ આપ્યા છે. મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલનું ચેકિંગ થશે. ફાયર વિભાગ આજથી રાજ્યમાં ફાયર સેફટી ચકાસણી શરૂ કરશે. રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલમાં પણ ચકાસણી હાથ ધરાશે. ફાયર સેફ્ટી વિનાની તમામ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરાશે. દર્દીઓની સલામતીને ધ્યાને રાખી રાજ્ય સરકારે સૂચના આપી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: વધુ 19 હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર, AMC દ્વારા લેવાયેલા પગલાને લઇ 292 બેડ વધશે