‘હસીના’ ખૂબસૂરત પણ કેમેરા સામે નીકળી ગઈ હવા, CJP પ્રોટેસ્ટમાં પહોંચી ને લેવાના દેવા પડી ગયા
આજના ડિજિટલ યુગમાં 'સોશિયલ મીડિયા' ક્યારે કોને વાયરલ કરી દે અને ક્યારે કોની મજાક બની જાય; તેની કોઈ જ ખાતરી નથી. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો સામે આવે છે પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે, જે જોતા જ હસવું રોકી શકાતું નથી.
તાજેતરમાં જ ઇન્ટરનેટ પર એક એવો જ વાયરલ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી જંતર મંતરના પ્રોટેસ્ટ દરમિયાન બસ કે વાનની બારી પાસે ઊભી છે.
બિચારી યુવતી ફસાઈ ગઈ
તેની આસપાસ મીડિયાવાળા અને સામાન્ય લોકોનો ભારે જમાવડો છે. બધા જ પોતાના મોબાઈલના કેમેરા અને માઈક લઈને તેને ઘેરીને ઊભા છે.
બિચારી યુવતી કેમેરા સામે જોઈને એકદમ અજીબ અને અસહજ સ્થિતિમાં નજરે પડે છે. આ વાયરલ દ્રશ્ય પર સોશિયલ મીડિયા યુઝર્સે એકદમ મજેદાર કેપ્શન (“અબ યે પ્રોટેસ્ટ મેં નહીં જાયેંગી…”) આપ્યું છે.
વીડિયોએ મચાવી ધમાલ
આ વાયરલ ક્લિપ પર એક ક્રિએટરે પોતાની કારમાં બેસીને જે જોરદાર રિએક્શન આપ્યું છે, તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં જોવા મળે છે કે, ક્રિએટર આ પૂરો નઝારો જોઈને ખડખડાટ હસી રહ્યો છે.
તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, “ભાઈસાહેબ! આ દુનિયામાં એકથી એક નમૂના ભરેલા છે. પેલી બિચારી ગાડીમાંથી બહાર જોવે છે કે, આ શું થઈ ગયું અને આ લોકો તો એના પર રીલ્સ અને વીડિયો બનાવવામાં જ લાગી ગયા છે.”