CBSE Class 12 Board Result 2021: CBSE ધોરણ 12નું પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર થશે, જાણો કેવી રીતે પરિણામ નક્કી થશે
CBSE Class 12 Board Result 2021: CBSE Standard 12 result will be declared by 31st July, this is how the result will be decided

Follow us on

CBSE Class 12 Board Result 2021: CBSE ધોરણ 12નું પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર થશે, જાણો કેવી રીતે પરિણામ નક્કી થશે

| Edited By: | Updated on: Jun 17, 2021 | 2:09 PM

CBSE Class 12 Board Result 2021 :CBSE  વર્ગ 12 મૂલ્યાંકન માપદંડ 2021 પરિણામની ગણતરી માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં રજુ કરવામાં આવ્યો છે. આ મૂંલ્યાકન (Evaluation Criteria)માપદંડમાં વિદ્યાર્થીઓ (Students)એ તેમના વર્ગ 10,11 અને 12માં મેળવેલા માર્કસ 30,30 અને 40 ટકાના રેશિયાને ધ્યાનમાં રાખવામાં આવશે,

CBSE Class 12 Board Result 2021 : CBSE  વર્ગ 12 મૂલ્યાંકન માપદંડ 2021 પરિણામની ગણતરી માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં રજુ કરવામાં આવ્યો છે. આ મૂલ્યાંકન (Evaluation Criteria) માપદંડમાં વિદ્યાર્થીઓ (Students)એ તેમના વર્ગ 10,11 અને 12માં મેળવેલા માર્કસ 30,30 અને 40 ટકાના રેશિયાને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમકે 10માં ઘોરણમાંથી 30 ટકા, ધોરણ 11 માંથી 30 ટકા અને ધોરણ 12 માંથી 40 ટકા ગણવામાં આવશે.

CBSE ધોરણ 12ના પરિણામ 2021માં, ધોરણ 10,11 અને 12માં વિદ્યાર્થીએ મેળવેલા માર્કસને ધ્યાનમાં રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં CBSE ની સીનિયર સેકન્ડરી અને CICSEની આઈએસસી બોર્ડ પરીક્ષાઓની અરજી દરમિયાન એડવોકેટ જનરલ  (એ.જી)કે.કે.વેણુગોપાલની બેંચ સમક્ષ CBSE ધોરણ 12 માટે મૂલ્યાંકન માપદંડ રજુ કરવામાં આવ્યા હતા.

એજીની બેંચને જણાવ્યું કે, ધોરણ 12ના માર્કસ માટે વિદ્યાર્થીના 10, 11 અને 12માં ધોરણના ઈન્ટરર્નલ પરિક્ષા (Internal examination) અને પ્રેક્ટિકલ માર્કસ જોડવામાં આવશે.જેમાંથી ધોરણ 10 અને 12ના માર્કસને 30-30 ટકા માર્કસ  આપવામાં આવશે અને ધોરણ 12ના યૂનિટ ટેસ્ટ, મિડ-ટર્મ અને પ્રી-બોર્ડને 40 ટકા માર્કસ આપવામાં આવશે.CBSE  દ્વારા નિર્ધારિત મૂલ્યાંકન માપદંડમાં ગત્ત ધોરણના 3 વિષયના માર્કસને જ મૂલ્યાંકનમાં સામેલ કરવામાં આવશે.

સાથે એજીની બેંચે જણાવ્યું કે, સીબીએસઈ ધોરણ 12નું રિઝલ્ટ 31 જુલાઈ 2021 સુધી જાહેર કરવામાં આવશે. CBSE દ્વારા ધોરણ 12ના આ પરિણામોને આજે 17 જૂન 2021 ના રોજ મૂલ્યાંકન માપદંડના આધાર પર જ તૈયાર કરવામાં આવશે. જેમાં ગત્ત વર્ષ અને ચાલુ વર્ષના ધોરણના ઈન્ટરનલ માર્કસ(Internal examination)ને પણ સામેલ કરવામાં આવશે. CBSEએ પહેલા જ શાળાઓને 28 જૂન સુધી ઈનટર્નલ પરિક્ષા અને પ્રેક્ટિલને આયોજીત  માર્કસને CBSE પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

બીજી બાજુ CBSEના વકીલ દ્વારા આઈએસસીના મૂલ્યાંકન માપદંડ માટે CBSEથી થોડી અલગ યોજના રજુ કરવામાં આવી છે. CBSE દ્વારા કહેવામાં આવ્યું કે, મૂલ્યાકન માપદંડ સમાન જ રહેશે. CBSEના વકીલે બેંચ પાસે હજુ થોડા સમયની માંગ કરી છે, ત્યારબાદ સમગ્ર મામલે સુનાવણી સોમવાર 21 જૂન 2021 સુધીમાં ટાળવામાં આવી છે.

આજે સવારે 11 કલાકે સુપ્રીમ કોર્ટે દ્વારા CBSEની સિનીટર સેકન્ડરી અને CICSEની ISC બોર્ડ પરીક્ષાને લઈ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કેન્દ્રીય બોર્ડ (Central Board) ધોરણ 12ની રદ્દ પરીક્ષાઓ માટે મૂંલ્યાકન માપદંડ રજુ કર્યું હતુ, CBSEની સિનીયર સેક્ન્ડરી અને સીઆઈએસસીઈની આઈએસસીની બોર્ડ પરીક્ષાઓ કોરોના મહામારીને કારણે રદ્દ કરવામાં આવી છે.