Breaking News : દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખંભાળિયામાં છૂટોછવાયો વરસાદ
ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, વાડીનાર અને સુતારીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ બન્યા છે. જોકે, હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી માટે પૂરતો ફાયદો થશે કે નહીં તે અંગે સ્થિતિ જોવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ખંભાળિયા તાલુકામાં આજે ધીમીધારે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લગભગ બે મહિનાની રાહ બાદ વરસાદી ઝાપટાં પડતાં સ્થાનિકો અને ખેડૂતોમાં થોડી રાહત જોવા મળી છે.
દ્વારકામાં મેઘરાજાએ પધરામણી
ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, વાડીનાર અને સુતારીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ બન્યા છે. જોકે, હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી માટે પૂરતો ફાયદો થશે કે નહીં તે અંગે સ્થિતિ જોવી રહી છે.
લોકોને ગરમીમાંથી મળી રાહત
ઉલ્લેખનીય છે કે વરસાદના લાંબા વિરામને કારણે વિસ્તારમાં દુષ્કાળના ભણકારા જોવા મળી રહ્યા હતા. આવી સ્થિતિમાં અચાનક થયેલા વરસાદથી લોકોને ગરમી અને પાણીની ચિંતામાં થોડી રાહત મળી છે. હવે ખેડૂતો અને સ્થાનિકોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર છે, જેથી વિસ્તારમાં સારો વરસાદ થાય અને પાણીની અછતની સ્થિતિમાં રાહત મળી શકે.
છૂટોછવાયો વરસાદ વરસ્યો
વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા સમય બાદ વરસાદની હળવી હાજરીથી લોકોમાં પણ આશા જાગી છે. જોકે, હાલ છૂટોછવાયો વરસાદ હોવાથી જળાશયો અને ખેતરોને પૂરતો ફાયદો થયો નથી. ખેડૂતો હવે આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે અને વરસાદની ઘટ પૂરી થાય તેવી આશા રાખી રહ્યા છે.