Breaking News : મધ્યપ્રદેશના અમરગઢ સ્ટેશન નજીક મોટી ઘટના, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી
ટ્રેન નંબર 12494 શનિવારે સવારે 6:40 વાગ્યે રતલામ રેલવે ડિવિઝનમાં પાંચપીપલિયા-અમરગઢ વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન નિઝામુદ્દીનથી પુણે તરફ જઈ રહી હતી. આ દરમિયાન અમરગઢ અને પાંચપીપળીયા વચ્ચે ટ્રેનનું એન્જિન અને તેની પાછળનો પાવર પ્લાન્ટ પાટા પરથી ઉતરી ગયું હતો. ડ્રાઇવરે તેના ઉપરી અધિકારીઓને આની જાણ કરી હતી
મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક મોટી ઘટના બની હતી . અહીં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ ટ્રેન મધ્યપ્રદેશથી થોડા અંતર દૂર ટ્રેનના પાટા પરથી ઉતરી ગઈ હતી.
ટ્રેન નંબર 12494 શનિવારે સવારે 6:40 વાગ્યે રતલામ રેલવે ડિવિઝનમાં પાંચપીપલિયા-અમરગઢ વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન નિઝામુદ્દીનથી પુણે તરફ જઈ રહી હતી. આ દરમિયાન અમરગઢ અને પાંચપીપળીયા વચ્ચે ટ્રેનનું એન્જિન અને તેની પાછળનો પાવર પ્લાન્ટ પાટા પરથી ઉતરી ગયું હતો. ડ્રાઇવરે તેના ઉપરી અધિકારીઓને આની જાણ કરી હતી. જોકે આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે.
ટ્રેનની આ ઘટનાથી ભારે ભાગદોડ મચી ગઈ હતી. તેમજ બીજી તરફ વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યારે પેસેન્જર ટ્રેન 12494 દુરંતો એક્સપ્રેસ નું ઈંજીન અને પાવર કોચ પાટા પર થી ઉતરી ગયુ હતુ. જો કે ઘટનામાં જાન હાની થઈ નથી. આ ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા લોકો ભયભીત થઈ ગયા હતા.
(With Input: Pritesh Panchal)
આ પણ વાંચો: અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન, જુઓ Video