Botad News: બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ગોકળીયાનાથની જગ્યા ખાતે બપોરે 3 વાગ્યે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું, ત્યાંથી આ યાત્રા બાઈક રેલી સાથે નીકળી હતી અને બાઈક રેલી ખસ રોડ, લાતી બજાર, સહકાર થઈ બોટાદના મેઈન માર્ગો પર ફરી નવ હથ્થા હનુમાનજી આશ્રમ સુધી પહોચી હતી.
આ પણ વાંચો: Botad News: ગાંધીગ્રામ બોટાદ સહિતની ટ્રેનના સમયમાં કરાયો વધારો, જાણો ક્યા સુધી લંબાયો સમયગાળો ?
જ્યારે લોકોએ અને નાની દિકરીઓ, મહિલાઓએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું, આ યાત્રામાં રથ સહિત કાર અને બાઇકો સાથે 70 જેટલા વાહનો જોડાયા હતા, આ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ સહિતના આગેવાનો તેમજ બજરંગ દળના સેવકો જોડાયા હતા, જ્યારે નવહથ્થા હનુમાનજી મંદિરના મહંત સહિતના સંતો સાથે સામતભાઈ જેબલીયા સહિતના લોકો જોડાયા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા
આ યાત્રા બોટાદ જિલ્લાના રાણપુર, ગઢડા, બરવાળામાં ફરી બોટાદ ખાતે આવી પહોંચી હતી, આ યાત્રામાં ભગવાન શ્રીરામના રથનું કે જે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ પામી રહ્યું છે એની પ્રતિકૃતિ ના દર્શન સાથે ભક્તિભાવ થી લોકો એ આરતી ઉતારી પુષ્પ વર્ષા સાથે પૂજન અર્ચન કરી દર્શન કર્યા હતા, તો જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ યાત્રા અને રેલી યોજાઈ હતી.
(Input Credit: Brijesh Sakariya)
Published On - 8:00 am, Sun, 8 October 23