Botad News: બોટાદના ખેડૂતોનું કલેક્ટરને આવેદનપત્ર, સર્વે કરી સહાય નહી આપવામાં આવે તો આંદોલનની ચીમકી, જુઓ Video

Botad News: બોટાદના ખેડૂતોનું કલેક્ટરને આવેદનપત્ર, સર્વે કરી સહાય નહી આપવામાં આવે તો આંદોલનની ચીમકી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 8:46 AM

કપાસમાં સુકારાનો રોગ આવતા પાક નિષ્ફળ જતાં ખેડૂતો પાયમાલ થયા છે. નાની વાવડી, જાળીલા, અળવ, મોટી વાવડી, ખસ, બગડ ગામના સરપંચ અને ખેડૂતોએ સાથે મળી કલેક્ટરને આવેદન આપ્યું હતું. ખેડૂતોને હાલ કપાસ ઉતારવાનો સમય છે, ત્યારે આ રોગ કપાસના ઉત્પાદનમાં અસર જોવા મળી રહી છે.

Botad News: બોટાદ જિલ્લામાં કપાસમાં સુકારાના રોગ અને કેનાલમાં પાણી છોડવા ખેડૂતો આવેદનપત્ર આપ્યુ છે. ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. કપાસમાં સુકારાનો રોગ આવતા પાક નિષ્ફળ જતાં ખેડૂતો પાયમાલ થયા છે. નાની વાવડી, જાળીલા, અળવ, મોટી વાવડી, ખસ, બગડ ગામના સરપંચ અને ખેડૂતોએ સાથે મળી કલેક્ટરને આવેદન આપ્યું હતું.

તેમની સાથે કરનારા, બોડીયા, માલણપુર, ખોખરનેશ સહિતના ગામોના ખેડૂતો અને સરપંચો પણ હાજર રહ્યા હતા. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. જો સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Botad News: બોટાદના લેકવ્યુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં લાગી આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ, મોટી દૂર્ઘટના ટળી

મહત્વનું છે કે કપાસમાં સુકારાનો રોગ આવ્યો છે અને કેનાલમાં પાણી પણ નથી ત્યીરે ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. ખેડૂતોને હાલ કપાસ ઉતારવાનો સમય છે, ત્યારે આ રોગ કપાસના ઉત્પાદનમાં અસર જોવા મળી રહી છે. ખેડૂતોએ પોતાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી સર્વે કરવા અને સહાય આપવા માટે માંગ કરી છે.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Published on: Oct 10, 2023 08:45 AM
g clip-path="url(#clip0_868_265)">