BHARUCH : ખુલ્લી ગટરમાં ખાબકેલા બાળકને બચાવી લેવાયો, જુઓ વિડીયો

|

Mar 22, 2022 | 8:55 AM

આ ઘટના તરફ નજીકમાં ઉભેલા એક વ્યક્તિની નજર પડતા તે બાળક તરફ ધસી ગયો હતો અને તેને ગટરમાંથી તરત ભાર કાઢી લીધો હતો. ગભરાયેલી બાળકની માતા પણ તરફ દોડી ગઈ હતી . આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

ભરૂચ(Bharuch) શહેરના વસંત મિલની ચાલ વિસ્તારમાં એક બાળક ખુલ્લી ગટરમાં ખાબકતા(Kid Fall in Open Dranage) ચિંતા સર્જાઈ હતી. સદનશીબે બાળક ગટરના પાણીમાં ગરકે તે પૂર્વે નજીકમાં ઉભેલો વ્યક્તિ તેને બચાવી લેતા બાળક માટે કહી શકાય કે તેની ઘાત તળી હતી. સમારકામ અને ઉભરાતી ગટરની સમસ્યાની તપાસ માટે વસંત મિલની ચાલમાં ગટરના ઢાંકણા ખોલી નખાયા હતા. આ ગટરો ખુલ્લી કર્યા બાદ ત્યાં દેખરેખ માટે કોઈ કર્મચારી તેનાત કરાયા ન હતા. આ વિસ્તારમાં માતા અને તેનું બાળક પસાર થઇ રહ્યું હતું ત્યારે માતાની પાછળ ચાલતા બાળકનું ખુલ્લી ગટર તરફ ધય્ન ગયું ન હતું. ચાલતા – ચાલતા બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. આ ઘટના તરફ નજીકમાં ઉભેલા એક વ્યક્તિની નજર પડતા તે બાળક તરફ ધસી ગયો હતો અને તેને ગટરમાંથી તરત ભાર કાઢી લીધો હતો. ગભરાયેલી બાળકની માતા પણ તરફ દોડી ગઈ હતી . આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

ઉલ્લેખની છે કે મામલાને તંત્રની લાપરવાહી સાથે સીધું જોડવામાં આવી રહ્યું છે. ગટર ખુલ્લી છોડી દેવાના મામલે બાળક માટે જીવનું જોખમરૂભુ થઇ શકતું હતું તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ પ્રકારે ખુલ્લી ગટરો રાખનાર સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે.

 

આ પણ વાંચો : Bharuch: બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોત, માતા-પિતા સારવાર હેઠળ

આ પણ વાંચો : કાંકરિયા ધર્માંતરણ કેસ દરમ્યાન ચર્ચામાં આવેલા Paresh Pandyaને જિલ્લા સરકારી વકીલ તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક અપાઈ

Next Video