શું સનાતન ધર્મની જાગૃતિમાં 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા મદદરૂપ બનશે ? મોરારીબાપુ સાથે ધર્મ અને સાંપ્રત મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા, જુઓ VIDEO

|

Jul 27, 2023 | 2:06 PM

શું દેશના વિવાદ ઉકેલવા મોરારીબાપુ (Moraribapu) મધ્યસ્થી કરશે ? એક પત્રકાર કેવો હોવો જોઈએ ? જીવનના મનોરથ કે સંકલ્પ કેવા હોવા જોઈએ ? આવાં ઘણાં પ્રશ્નો અંગે મોરારીબાપુએ હૃદયસ્પર્શી જવાબો આપ્યા.

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે. 19 દિવસની આ સંપૂર્ણ યાત્રા તેના એક પછી એક પડાવ તરફ આગળ વધી રહી છે. ત્યારે તારીખ 26 જુલાઈ, બુધવારે શ્રદ્ધાળુઓ ટ્રેનના માધ્યમથી જ ઓડિશાના જગન્નાથપુરી ધામે પહોંચ્યા હતા. જગન્નાથપુરી ધામે રામકથાનું આયોજન કરાયું ન હતું. પણ, મુખ્ય ચારધામમાંથી કળિયુગનું ધામ મનાતા જગન્નાથપુરીમાં ભક્તોએ પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને બળભદ્રજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ પણ ટ્રેનના માધ્યમથી જ ભક્તો સાથે યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રા દરમિયાન મોરારીબાપુએ tv9 ગુજરાતી સાથે સનાતન ધર્મ અને કેટલાંક સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શું દેશના વિવાદ ઉકેલવા બાપુ મધ્યસ્થી કરશે ? એક પત્રકાર કેવો હોવો જોઈએ ? જીવનના મનોરથ કે સંકલ્પ કેવા હોવા જોઈએ ? આવાં ઘણાં પ્રશ્નો અંગે મોરારીબાપુએ હૃદયસ્પર્શી જવાબો આપ્યા. વધુ જાણકારી માટે જુઓ VIDEO

Next Video