AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Video : આ ત્રણ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભરણ થશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ Video

Horoscope Today Video : આ ત્રણ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભરણ થશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 7:49 AM
Share

Aaj nu Rashifal Video: આજે ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે. આ ત્રણ રાશિ સિવાય અન્ય રાશિઓને આજે કયા ક્ષેત્રે કેવો અને કેટલો ફાયદો થશે. એ જાણવા જુઓ આ વીડિયો.

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે 3 રાશિઓ કઈ છે.

મેષ રાશિ

તમારા જીવનસાથી સાથે સારી સમજણ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે.લાંબા ગાળાના લાભ માટે શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ફાયદાકારક રહેશે.

વૃષભ રાશિ

આજે જાણીતા લોકો દ્વારા તમને આવકના નવા સ્ત્રોત મળશે.શહેરની બહાર મુસાફરી કરવી ટાળો,  બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

મિથુન રાશિ

આર્થિક વ્યવહારમાં તમારે યોગ્ય સલાહની જરૂર છે.સંબંધીઓનો સહયોગ મળશે અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. મિત્રો સાથે ધ્યાનથી વાત કરો, કારણ કે આજે મિત્રતામાં તિરાડ થવાની સંભાવના છે

કર્ક રાશિ

માનસિક શાંતિ માટે કોઈપણ ધર્મકાર્યમાં ભાગ લેશો. આજે અટકેલા નાણા પાછા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે

સિંહ રાશિ

જીવનસાથી સાથે સંબંધ સુમેળભર્યા રહે.મહત્વપૂર્ણ લોકો સાથે વાત કરતી વખતે તમારી આંખો અને કાન ખુલ્લા રાખો લાભની શક્યતા છે. સમયનું પૈડું ખૂબ જ ઝડપથી ફરે છે, માટે આજથી જ તમારા કિંમતી સમયનો યોગ્ય ઉપયોગ કરતા શીખો.

કન્યા રાશિ

ધૈર્ય રાખો, કારણ કે તમારી સમજણ અને પ્રયત્નો તમને ચોક્કસપણે સફળતા અપાવશે. નાણા સંબંધિત કોઈ મુદ્દાને લઈને આજે જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે.

તુલા રાશિ

યોગ અને ધ્યાન તમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થશે ,તમને આકર્ષિત કરતી રોકાણ યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કરો – કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

વૃશ્ચિક રાશિ

તમારા સ્વાસ્થ્ય, ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે. વેપારમાં આજે સારો ફાયદો થવાની સંભાવના છે.

ધન રાશિ

આજે કાર્ય તમને માનસિક શાંતિ આપશે,જોકે પરિવારની જવાબદારી વધશે.કામમાં વધુ પડતા તણાવને કારણે સ્વાસ્થ્ય પર અસર થાય તેમ બને, જોકે દિવસ અનુકૂળ રહે

મકર રાશિ

આજનો દિવસ ધંધાકિય લાભ આપનારો છે, યોગ્ય સમયે કરેલું આર્થિક રોકાણ ઘણી વખત ખુબ ફાયદો અપાવે છે, આજે પરિવાર સાથે સમય પસાર કરી શકશો.

કુંભ રાશિ

દાન અને સામાજિક કાર્યોમાં દિવસ પસાર થશે. જો તમે આવા સારા કાર્યોમાં થોડો સમય ફાળવો છો, તો તમે ઘણું સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. આજે જીવનસાતી તમને કોઇ સારા સમચાર આપી શકે છે.

મીન રાશિ

સામાજિક પ્રવૃતિઓમાં જવામાં ભાગ બનવાનો મોકો મળે સારા સંબંધો વીકસે. નાના-મોટા ખર્ચ થતા રહેશે પરંતુ આ ખર્ચ લાંબાગાળા ફાયદાકારક સાબિત થશે.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">