28 September 2026 રાશિફળ: સિંહ રાશિના આંગણે ઉત્સવ જેવો માહોલ, કુંભ અને મકર રાશિને મળશે પરિવાર-સાથીઓનો સાથ
Image Credit source: Tv9Gujarati

28 September 2026 રાશિફળ: સિંહ રાશિના આંગણે ઉત્સવ જેવો માહોલ, કુંભ અને મકર રાશિને મળશે પરિવાર-સાથીઓનો સાથ

| Updated on: Sep 28, 2026 | 8:05 AM

કાર્યક્ષેત્રમાં ઝડપી નિર્ણયોથી પ્રશંસા મેળવવાથી માંડીને ઘર-પરિવારના સુમેળ સુધી, આજનો દિવસ અનેક રાશિઓ માટે નવી તકો લઈને આવ્યો છે. જાણો તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક વિશ્લેષણ.

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

આજે સફળતાનો મંત્ર એ છે કે એવા લોકોની સલાહ પર પૈસા રોકો જેઓ મૌલિક વિચારધારા ધરાવતા હોય અને અનુભવી પણ હોય.

વૃષભ રાશિ:

આર્થિક સ્થિતિમાં સુધારો થવાને કારણે તમારા માટે જરૂરી વસ્તુઓ ખરીદવી સરળ બનશે.

મિથુન રાશિ:

ઓફિસમાં તમને એવું કોઈ કામ મળી શકે છે, જે તમે હંમેશાથી કરવા ઈચ્છતા હતા. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

કર્ક રાશિ:

વ્યવસાયીઓ માટે સારો દિવસ છે, કારણ કે તેમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે.

સિંહ રાશિ:

આજે કોઈ અણધાર્યા મહેમાન તમારા ઘરે આવી શકે છે, જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

કન્યા રાશિ:

આજે પરિવારના સભ્યો તમારા દૃષ્ટિકોણનું સમર્થન કરશે. આ રાશિના વેપારીઓને કોઈ જૂના રોકાણને કારણે આજે સંભાળ રાખવું.

તુલા રાશિ:

મિત્ર તમારી ઓળખાણ કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે, જે તમારી વિચારધારા પર ઊંડી અસર છોડશે. આધ્યાત્મિક ગુરુ તમારી સહાય કરી શકે છે.

વૃશ્ચિક રાશિ:

આજે તમે ઉર્જાથી ભરપૂર હશો- તમે જે પણ કરશો તે અડધા સમયમાં જ કરી લેશો, કામમાં વ્યાવસાયિક અભિગમ તમને પ્રશંસા અપાવશે.

ધન રાશિ:

દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને આખો દિવસ તમારામાં ઉર્જા જળવાઈ રહેશે.

મકર રાશિ:

ઘરને સજાવવા અને સુધારવા માટે તમારા ખાલી સમયનો ઉપયોગ કરો, આ માટે તમને પરિવાર તરફથી પ્રશંસા મળશે.

કુંભ રાશિ:

કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે સહયોગી બનો અને મિત્રતાભર્યું વર્તન રાખો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિ:

આસપાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભૂતિ કરાવશે. પરિવારના સભ્યોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ રહેશે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published on: Sep 28, 2026 08:01 AM
Follow Us
Loading...
Unable to load recommendations.