ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલા ખાલિસ્તાની આતંકી પન્નુએ આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક, જુઓ વીડિયો
આતંકી પન્નુ તરફથી મળેલી ધમકી બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સર્તક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાયેલી મેચમાં પણ આ આતંકી પન્નુએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
રાંચીમાં ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ યોજાય તે પહેલા ખાલિસ્તાની આતંકીએ ધમકી આપી છે. ખાલિસ્તાની આતંકી પન્નુએ આ ધમકી આપી છે. આતંકી પન્નુએ વીડિયો જાહેર કર્યો છે અને રોહિત શર્માનું નામ લીધુ છે. આતંકીએ ધમકી આપતા કહ્યું છે કે ઈંગ્લેન્ડની ટીમને પરત ફરવા ધમકી ઉચ્ચારી છે. ત્યારે આતંકી પન્નુ તરફથી મળેલી ધમકી બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સર્તક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાયેલી મેચમાં પણ આ આતંકી પન્નુએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તે સમયે પણ સુરક્ષા એજન્સીઓ સર્તક થઈ ગઈ હતી.
