તમિલનાડુના કોઈમ્બતુર તળાવમાં ફસાયુ હાથીનું બચ્ચું, વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યૂ, જુઓ વીડિયો

તમિલનાડુના કોઈમ્બતુર તળાવમાં ફસાયુ હાથીનું બચ્ચું, વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યૂ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 23, 2023 | 2:19 PM

તમિલનાડુમાં એક હાથીનું બચ્ચુ તળાવમાં પડી જતાં પાણીમાં ફસાઈ ગયુ હતુ. તળાવમાં ફસાયેલો હાથી કોઈમ્બતુરના મદુકરાઈ ફોરેસ્ટ રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યુ હતુ. આ દરમિયાન તેમની નજર હાથી પર પડી હતી. જે બાદ હાથીને તળાવમાંથી બચાવીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

તામિલનાડુના કોઈમ્બતુર આવેલ એક ખેતરના તળાવમાં મોડી રાતે હાથીનું બચ્ચુ તળાવમાં પડી ગયુ હતુ. બચ્ચાએ ભારે જહેમત કરી પણ તેમાથી બહાર આવી શક્યુ નહીં. જે બાદ ફોરેસ્ટ રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યુ હતુ. ત્યારે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જે બાદ મોડી રાતે અધિકારીઓ જે તે સ્થળે પહોચ્યાં હતા અને બચ્ચાનું રેસ્ક્યૂ કર્યુ હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વન વિભાગના અધિકારીઓ દ્વારા એક હાથીના બચ્ચાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ હાથીનું બચ્ચુ ખેતરના એક તળાવમાં ફસાઈ ગયુ હતુ જે અંગેની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ બચાવ કામગીરી માટે પહોચી ગયા હતા અને ભારે જહેમત બાદ બચ્ચાને બચાવી લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અધિકારીઓ કોઈમ્બતુરમાં મદુક્કરાઈ ફોરેસ્ટ રેન્જમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને આ મળી આવ્યું હતું. જે બાદ હાથીના બચ્ચાને તળાવમાંથી બચાવીને જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું.

Published on: Nov 23, 2023 02:18 PM