ધંધુકા Video: MLAની હાજરીમાં કોળી સમાજને ભડકાવવાનો પ્રયત્ન, દરબાર સમાજ વિરૂદ્ધ આપ્યું ભડકાઉ ભાષણ
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામે ઉશ્કેરણીજનક ભાષણ કરતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીની હાજરીમાં એક આગેવાને દરબાર સમાજ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જો કે આ આગેવાનનું ઉશ્કેરણીજનક ભાષણ કરતાનો વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ ઉશ્કેરણીની જનક ભાષણ કરનારનું નામ નીરુભાઈ હોવાનું તેઓ વીડિયોમાં બોલે છે, સમાજના લોકોને ઉશ્કેરાતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નીરુ ખસિયા નામના વ્યક્તિએ કહ્યું કે ગાડીઓમાં ધોકા રાખો, જે સામે આવે તેને પાડી દો તેવું ભાષણમાં કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ધંધુકાના ધારાસભ્યની હાજરીમાં ધોકા વાળી કરવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં સવાલો પણ ઉભા થયા છે.
નોંધ: આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોની પુષ્ટ્રી TV9 ગુજરાતી કરતુ નથી.
આ પણ વાંચો: GST Notice: દિગ્ગજ કંપનીને મળી 17 કરોડની GSTની નોટિસ, બજાર ખુલતા જ શેર રહેશે ફોકસમાં