કાર અકસ્માત બાદ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને મળવા પહોંચ્યો અર્જુન કપૂર, ચાહકોએ કર્યા વખાણ

|

Apr 04, 2022 | 11:47 PM

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એ બોલિવૂડના ટ્રેન્ડિંગ કપલમાંના એક ગણાય છે. અભિનેત્રી મલાઇકાનો માર્ગ અકસ્માત થયા બાદ બોયફ્રેન્ડ અર્જુન કપૂર હાલ તેના ઘરે તેની સાર- સંભાળ રાખવા માટે પહોંચી ચૂક્યો છે.

કાર અકસ્માત બાદ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને મળવા પહોંચ્યો અર્જુન કપૂર, ચાહકોએ કર્યા વખાણ
Malaika Arora & Arjun Kapoor (File Photo)

Follow us on

અભિનેત્રી મલાઈકા અરોરાને (Malaika Arora) મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માત થયો હતો. તેને સારવાર માટે નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં (Apollo Hospital) દાખલ કરવામાં આવી છે. અભિનેત્રી મલાઈકા અરોરાનો (02/03/2022) રાત્રે અકસ્માત થયો હતો. તેણીને તાત્કાલિક નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ગઇકાલે સવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મલાઇકા અરોરાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેને ઘરે લઈ ગયો હતો. રવિવારે મલાઇકાની બહેન અમૃતા અરોરા અને તેનો પરિવાર તેને મળવા આવ્યો હતો.

આજે (04/03/2022) અર્જુન કપૂર, કરીના કપૂર અને સોફી ચૌધરી મલાઈકાને મળવા પહોંચ્યા હતા. અર્જુન કપૂરનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પર બ્લેક સ્લિપર પહેર્યું છે અને તેની આંખો પર બ્લેક ગોગલ્સ જોવા મળે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આ સ્ટાર કપલ બંને ઘણી વખત એકબીજા સાથે સ્પોટ થયા છે. અર્જુન કપૂર મલાઇકા આરોરનું ધ્યાન રાખવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ સમાચાર મળ્યા બાદ પાપારાઝીઓ તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. ગર્લફ્રેન્ડ મલાઇકના કાર અકસ્માત બાદ અર્જુન કપૂર તેની ખૂબ સાર- સંભાળ રાખી રહ્યો છે. આ જોયા બાદ તેમના ચાહકો અર્જુનના આ પગલાંને ખૂબ વખાણી રહ્યા છે.

અર્જુન કપૂર મલાઈકાના ઘરે પહોંચ્યો

પાપારાઝી એકાઉન્ટ દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલ વિડિયોમાં, અર્જુન મલાઈકાના ઘરે પહોંચતો જોઈ શકાય છે. તેણે મલાઇકાના ઘરની બહાર એકઠા થયેલા પાપારાઝીઓને થમ્બ્સ-અપ પણ આપ્યું હતું. આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ચાહકે કહ્યું કે, ‘વાહ શું પ્રેમ છે.’ જ્યારે અન્ય વ્યક્તિએ કહ્યું, ‘ઓએમજી, અર્જુન તેમની સંભાળ લઈ રહ્યો છે.’

કરીના કપૂર ખાન પણ થઈ સ્પોટ  

મલાઈકાના ઘરે જતા અર્જુન કપૂરની સાથે કરીના કપૂર પણ આવી હતી. મલાઇકાના ઘરની બહાર નીકળતા જ પાપારાઝીઓએ તેને ક્લિક કરી હતી. સિંગર સોફી ચૌધરી પણ મલાઈકાના બિલ્ડિંગમાં પ્રવેશતી જોવા મળી હતી, જે પહેલા તેણે મલાઈકાના ડ્રાઈવર સાથે ટૂંકી ચેટ કરી હતી.

મલાઈકા શનિવારે મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મલાઈકા પુણેથી પરત ફરી રહી હતી અને મુંબઈ-પુણે હાઈવે પર ખાલાપુર ટોલ પ્લાઝા પાસે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરોની ગાડી એકબીજા સાથે અથડાઈ હતી.

મલાઈકાની રેન્જ રોવર કાર બે વાહનો વચ્ચે કચડાઈ ગઈ હતી. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું હતું કે, “અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળ્યા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે માલિકોનો સંપર્ક કરીશું. હાલમાં અમે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને તપાસ કર્યા પછી અકસ્માત કેવી રીતે થયો અને તેનું કારણ કોણ હતું, ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવશે.”

 

આ પણ વાંચો – અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article