Bachchan Pandey Trailer Out :અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’નું ટ્રેલર રિલીઝ, ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 12:49 PM

મોસ્ટ અવેટેડ ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર (Bachchan Pandey Trailer) આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ અક્કીના ફેન્સ ઘણા ખુશ છે

Bachchan Pandey Trailer :અક્ષય કુમાર (Akshay Kumar) તેના ફેન્સ માટે ‘બચ્ચન પાંડે’(Bachchan Pandey)નું ટ્રેલર લઈને આવ્યા છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ અક્કીના ફેન્સ ઘણા ખુશ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત કૃતિ સેનન, અરશદ વારસી, પંકજ ત્રિપાઠી અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. ટ્રેલરમાં કૃતિ સેનન એક ફિલ્મમેકરની ભૂમિકામાં છે, તે ‘બચ્ચન પાંડે’ નામના ખતરનાક ગુંડા પર ફિલ્મ બનાવવા માંગે છે. આ માટે તે તેના મિત્રની મદદ લે છે.

ટ્રેલર મુજબ સ્ટોરીમાં શું છે

ફિલ્મના ટ્રેલરમાં કૃતિ સેનન અને અરશદ વારસીથી શરૂ થાય છે, કૃતિ સેનન તેની ફિલ્મનો વિચાર તેના મિત્ર અરશદ વારસી સાથે શેર કરે છે, ત્યારે જ તે કહે છે કે તે બચ્ચન પાંડે પર તેની ફિલ્મ બનાવશે અને તેનું ટાઇટલ પણ ફિલ્મ બચ્ચન પાંડે રાખશે. આ સાંભળીને અરશદે ક્રિતીને આવું કરવાથી મનાઈ કરી દીધી. બંને બચ્ચન પાંડેના ગઢ પર પહોંચે છે. ત્યાં જ કૃતિ અને અરશદ બચ્ચન પાંડેને મળે છે. આ પછી પંકજ ત્રિપાઠી પણ ટ્રેલરમાં એન્ટ્રી કરે છે. જેકલીન ફર્નાન્ડીઝ પણ ત્યાં આવે છે. આ ફિલ્મમાં જેકલીન બચ્ચન પાંડેની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે.

 

તમને જણાવી દઈએ કે, આ પહેલા અક્ષય કુમારના બચ્ચન પાંડેના ઘણા પોસ્ટર સામે આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ટ્રેલર રિલીઝ પહેલા જ મેકર્સે આ ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કર્યું છે. અક્ષયની ફિલ્મનું પોસ્ટર સામે આવતા જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. ફિલ્મનું ટ્રેલર જોતા જ ચાહકો કહી રહ્યા છે કે ફિલ્મ સુપરહિટ છે. તો કેટલાક લોકો તેને હવેથી બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે.

ટ્રેલર બહાર આવતાની સાથે જ ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે. ચાહકોનું માનવું છે કે, અક્ષયની આ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે. અક્ષયના એક ફેને લખ્યું- ‘અમારા અક્કી ભૈયા આવી ગયા’,  તો કોઈએ અક્ષયની ફિલ્મની સરખામણી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સાથે કરી અને કહ્યું કે અક્ષયની ફિલ્મ ગંગુબાઈ કરતાં પણ વધુ કમાણી કરે તો પણ મોટી વાત છે.

આ પણ વાંચો : UP Assembly Elections: ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે, 16 જિલ્લાની 59 બેઠકો પર લોકો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ

g clip-path="url(#clip0_868_265)">