
એક સમયની વિશ્વ સુંદરી અને એક સફળ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય ન માત્ર તેના અભિનય પરંતુ તેના સારા વ્યવહારને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ જાહેરમાં એક કાર્યક્રમ દરમિયાન એશ્વર્યા રાય ફિલ્મ ડાયરેક્ટર મણિરત્નમને મળી ત્યારે સૌપ્રથમ તેમને પગે લાગી આદર આપ્યો હતો. એ પહેલા તે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી જ્યા તેને અમિતાભ બચ્ચનના હાથે એવોર્ડ સ્વીકારવાનો થયો એ સમયે પણ ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનને જાહેરમાં પગે લાગી આશીર્વાદ લીધા હતા. તાજેતરમાં બુધવારે આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થી સ્થિત સત્ય સાંઈ બાબા જન્મ શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીતે આ અવસરે સામેલ થયા હતા. આ દરમિયાન એશવર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી સાથેની એશવર્યા રાયનો આ વ્યવહાર ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ માટે યાદગાર બની ગયો ચે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
આ પ્રસંગે ઐશ્વર્યાએ ઘર્મ અને જાતિ વિષય પર ખાસ સ્પીચ આપી. જેમા તેમણે જણાવ્યુ કે માત્ર એક જ જાતિ છે અને તે છે માનવતા અને માત્ર એક જ ધર્મ છે અને એ છે પ્રેમનો ધર્મ, અને માત્ર એક જ ભાષા છે જે છે પ્રેમની ભાષા છે અને એક જ ઈશ્વર છે જે કણકણમાં છે.
ઐશ્વર્યા ખુદ જેટલી સંસ્કારી છે એવા જ સંસ્કાર તેની દીકરીમાં પણ આવ્યા છે. દીકરી આરાધ્યાને પણ અવારનવાર વડીલોનો આદર કરતી જોવા મળે છે. થોડા મહિના પહેલા દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડ્સ સમારોહમાં પહોંચી હતી. જ્યાં એશવર્યાની લાડલી આરાધ્યાએ કંઈક એવુ કર્યુ કે ચારેતરફ તેની પ્રશંસા થઈ રહી હતી. આ સમયે કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર શિવા રાજકુમાર વિક્રમ અને ઐશ્વર્યાને શુભેચ્છા આપવા પહોંચ્યા ત્યારે દીકરી આરાધ્યાએ તેમના સંસ્કાર પણ શિવા રાજકુમારને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને પગે લાગી વંદન કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો જેમા અમિતાભની પૌત્રીના સંસ્કારોની ભારે પ્રશંસા થઈ રહી છે. જેમા અનેક યુઝર્સે ઐશ્વર્યાની પ્રશંસા કરતા લખ્યુ કે ઐશ્વર્યાએ દીકરીમાં ખૂબ સારા સંસ્કારોનું સિંચન કર્યુ છે.
જુઓ વીડિયો
Published On - 5:07 pm, Thu, 20 November 25