JAMNAGAR : રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુનું મહત્વનું નિવેદન, ડેમોમાં પીવાનું પાણી સંગ્રહ કર્યા બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાશે

JAMNAGAR : રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુનું મહત્વનું નિવેદન, ડેમોમાં પીવાનું પાણી સંગ્રહ કર્યા બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:19 PM

અન્નદાતાની ભગવાન બરાબરની અગ્નિ પરીક્ષા કરી રહ્યા હોય તેમ લાગે છે. મેઘરાજા રૂઠ્યા છે.રાજ્યમાં માત્ર 50 ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાતા જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે.

JAMNAGAR : રાજ્ય પર કૂદરત જાણે બરાબરની રિસાઈ હોય તેમ લાગે છે.અન્નદાતાની ભગવાન બરાબરની અગ્નિ પરીક્ષા કરી રહ્યા હોય તેમ લાગે છે મેઘરાજા રૂઠ્યા છે.રાજ્યમાં માત્ર 50 ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાતા જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે.. જે સમયે ડેમો છલોછલ હોય…ખેતરો લીલાછમ હોય તે જ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે.ખેતરોમાં પાક સુકાવા લાગ્યો છે..હવે પાકને બચાવવા પાણીની તાતી જરૂર છે. ખેડૂતોને જળાશયોમાંથી સિંચાઈનું પાણી છોડાશે તેવી આશા હતી પરંતુ હવે સરકારે પણ સિંચાઈ માટે પાણી નહીં છોડવા જાહેરાત કરી દીધી છે.

75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે.

તો આ તરફ જામનગરમાં રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. કૃષિ પ્રધાન ફળદુએ કહ્યું કે, જરૂરી વિસ્તારોમાં પાણી છોડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.તથા ડેમોમાં પીવાલાયક પાણી સંગ્રહ કરી ખેતી માટે પાણી છોડવામાં આવશે.

આ પણ વાંચો : JAMNAGAR : આજે શ્રાવણ સુદ સાતમ, સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગરનો 482મો જન્મદિવસ

g clip-path="url(#clip0_868_265)">