વરસાદને લઈ હવામાન એક્સપર્ટની 4 મોટી આગાહી, જાણો ક્યારે આવશે સારો વરસાદ!

|

Jun 19, 2024 | 11:17 PM

ગુજરાતમાં આમ તો ચોમાસાએ વહેલી એન્ટ્રી કરી લીધી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું નવસારીમાં જ અટક્યું છે. આગળ નથી વધી રહ્યું. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો નથી અને ખેડૂતો વાવણી કરી શકતા નથી, જો કે હવે ચોમાસાને લઇને સારા સમાચાર આવ્યા છે

હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઇમેટનું ચોમાસા પર અનુમાન છે કે ગુજરાતમાં 25 જૂન બાદ ચોમાસું આગળ વધશે અને પછી સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે.

જૂન મહિનાના 19 દિવસ થઇ ગયા છે. છતાં હજુ જોઇએ તેવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી. જેના કારણે રાજ્યના અનેક ઝોનમાં અને જિલ્લાઓમાં વરસાદની ઘટ ઉભી થઇ છે. જો કે આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે 20થી 25 જૂન દરમિયાન ચોમાસું સક્રિય થશે અને પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

આમ હવામાન વિભાગ સહિત 3 મોટા આગાહીકાર માની રહ્યા છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડશે એટલે કે ચોમાસાને લઇને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આગામી દિવસોમાં મેઘરાજા પોતાની ધોધમાર કૃપા વરસાવશે અને ગુજરાતની ધરતી પાણીથી તરબોળ થશે.

આ પણ વાંચો: સુરત : વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં વરસ્યા, જુઓ વીડિયો

Next Video