18મો ગણેશોત્સવ : થાઈલેન્ડમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો અદભૂત સંગમ ! ભક્તો ભક્તિમાં રંગાયા – જુઓ Video

18મો ગણેશોત્સવ : થાઈલેન્ડમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો અદભૂત સંગમ ! ભક્તો ભક્તિમાં રંગાયા – જુઓ Video

| Updated on: Sep 03, 2025 | 4:25 PM

થાઈલેન્ડમાં 18મો ગણેશોત્સવ ઉજવાયો, જેમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો અદભૂત સંગમ દેખાયો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં, થાઈલેન્ડમાં ‘વિશ્વ હિન્દુ પરિષદ સંઘ’નો 18મો વાર્ષિક ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. બેંગકોકના નિમિબુત્રા સ્ટેડિયમ ખાતે ‘વિશ્વ હિન્દુ પરિષદ સંઘ થાઈલેન્ડ’ દ્વારા આયોજિત આ ઉત્સવમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.

બેંગકોક ગુંજી ઉઠ્યું

આ ઉત્સવમાં મુખ્ય આકર્ષણ ગણેશજીની 10 ફૂટ ઊંચી મૂર્તિ છે, જે ખાસ કરીને ભારતના કલાકારો દ્વારા વિદેશમાં બનાવવામાં આવી હતી. બીજું કે, પુનેરી ઢોલ પણ આ વર્ષે બેંગકોકમાં વિશ્વ હિન્દુ પરિષદ સંઘ ઉત્સવનું ખાસ આકર્ષણ બન્યું હતું.

‘શ્રીમંત દગડુશેઠ ફાઉન્ડેશન ઓફ પુણે’ના 15 સભ્યોના ઢોલ-તાશા મંડળે પહેલી વાર ‘નાદબ્રહ્મ’ ઢોલ વગાડ્યો અને તેમના દ્વારા વગાડવામાં આવેલ પુણેરી ઢોલનો અવાજ સમગ્ર સ્ટેડિયમ તેમજ બેંગકોકમાં ગુંજી ઉઠ્યો હતો.

કોણે કોણે હાજરી આપી?

આ ભવ્ય સમારોહમાં વિશ્વ હિન્દુ પરિષદ સંઘ થાઈલેન્ડના પ્રમુખ વૈશાલી તુષાર ઉરુમકર, ભારતીય દૂતાવાસના કાઉન્સેલર આર. મુથુ, સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રના યોગી જી, પ્રાંડા જ્વેલરીના સલાહકાર મલિક, ઉપપ્રમુખ સુશીલ સરાફ, ગુરુ મહારાજ, ઇસ્કોન (સિયામ પેલેસ) સહિત વિવિધ સંસ્થાઓના વડાઓ, સ્પોન્સર્સ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો