Motivational Video : જિંદગી, જિંદાદિલનું નામ…આ Zomato Boy વ્હીલચેર પર પહોંચાડે છે ભોજન, વીડિયો જોઈને લોકો થયા ભાવુક

|

Jul 28, 2022 | 1:38 PM

જે વિકલાંગ લોકોને ક્યારેક બીજા લોકો દયાની નજરે જોતા હતા, આજે વિકલાંગ લોકો પોતાના પગ પર ઉભા છે અને પોતાની જવાબદારી જાતે ઉઠાવી રહ્યા છે. વ્હીલચેરમાં ઘરે-ઘરે ખોરાક પહોંચાડતા Zomato એજન્ટનો વીડિયો દરેકના હૃદયને સ્પર્શી રહ્યો છે.

Motivational Video : જિંદગી, જિંદાદિલનું નામ...આ Zomato Boy વ્હીલચેર પર પહોંચાડે છે ભોજન, વીડિયો જોઈને લોકો થયા ભાવુક
wheelchair delivery agent

Follow us on

આ દિવસોમાં Zomatoના એક ડિલિવરી બોયનો (Delivery boy) વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ આ વ્યક્તિની હિંમતને સલામ કરશો. વિકલાંગ હોવા છતાં પણ આ વ્યક્તિએ પોતાનો ઉત્સાહ ગુમાવ્યો નથી અને તે વ્હીલચેરમાં બેસીને ઘરે-ઘરે ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જેમણે એક સમયે આ વ્યક્તિને દયાની નજરે જોતા હતા, આજે તે પોતાના પગ પર ઉભો છે અને પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે. ડિલિવરી બોયનો આ વીડિયો દરેકના દિલને સ્પર્શી રહ્યો છે. કેટલાક ભાવુક પણ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે Zomato ડિલિવરી બોય વ્હીલચેરમાં બેઠો છે અને તેના સ્થાન તરફ આગળ વધી રહ્યો છે. વ્હીલચેરમાં મોટર છે, જેથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી જઈ શકે છે. અત્યાર સુધી તમે ડિલિવરી એજન્ટને સાઇકલ, બાઈક પર જ ખોરાક પહોંચાડતા જોયા હશે. પરંતુ જ્યારે લોકોએ આ વ્હીલચેર ફૂડ ડિલિવરી એજન્ટને જોયો ત્યારે લોકો ભાવુક થઈ ગયા. જો કે, મોટાભાગના લોકો આ ડિલિવરી બોયના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અહીં વીડિયો જુઓ………

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં લોકો આ વ્યક્તિની હિંમતને સલામ કરી રહ્યા છે તો લોકો ભાવુક પણ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ તો એવું પણ લખ્યું છે કે, જીવન લોકોને શું-શું નથી કરાવતું. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર groming_bulls_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, પ્રેરણાનું સૌથી પરફેક્ટ ઉદાહરણ. તેના અપલોડથી અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 33 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ ટિપ્પણી કરી છે.

એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, જીવન, જિંદાદિલીનું નામ છે. મરેલો માણસ શું ખાક જીવશે..? અન્ય એક યુઝર કહે છે કે, જીવન લોકોને શું-શું નથી કરાવતું. અન્ય એક યુઝરે લખ્યું, આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો છે.

Published On - 1:38 pm, Thu, 28 July 22

Next Article