AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: દુનિયાનો સૌથી મોટો ગલ્લો! 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો, માણસ પણ દેખાય વામણો

જો તમે એમ માનતા હોવ કે ગલ્લો (પિગી બેંક) માત્ર બચતના પૈસા સાચવવા માટેની નાની વસ્તુ છે, તો તમારી આ ધારણા હવે બદલવાનો સમય આવી ગયો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા શેર કરવામાં આવેલા એક વાયરલ વીડિયોએ દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે, જેમાં દુનિયાનો સૌથી મોટો ગલ્લો જોવા મળી રહ્યો છે. આ ગલ્લાનું કદ એટલું મોટું છે કે, તે કોઈ બે-ત્રણ માળની બિલ્ડિંગ જેટલું ઊંચું દેખાય છે અને તેની સામે ઊભો રહેનાર સામાન્ય માણસ પણ તદ્દન નાનો નજરે પડે છે.

Trending Video: દુનિયાનો સૌથી મોટો ગલ્લો! 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો, માણસ પણ દેખાય વામણો
Image Credit source: AI Generated
| Updated on: Oct 10, 2026 | 7:43 PM
Share

બાળપણમાં તમે પણ માટી કે પ્લાસ્ટિકનો નાનો ગલ્લો જરૂર જોયો હશે. ઘણા લોકોએ તો તેમાં પોતાના પૈસા પણ જમા કર્યા હશે પરંતુ શું તમે ક્યારેય એવો ગલ્લો જોયો છે, જેની સામે ઊભા રહેવા પર માણસ પણ નાનો દેખાવા લાગે?

કોલંબિયામાં બનેલ એક વિશાળકાય ગલ્લો આજકાલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ગલ્લાનો આકાર એટલો મોટો છે કે, પહેલી નજરે જોઈને કોઈ પણ હેરાન થઈ જાય. આ ગલ્લાનો વીડિયો ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’ (Guinness World Record) એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

કોલંબિયામાં બન્યો દુનિયાનો ‘સૌથી મોટો ગલ્લો’

આ કોઈ સામાન્ય ગલ્લો નથી પરંતુ દુનિયાના સૌથી મોટા ગલ્લાનો રેકોર્ડ બનાવનારી એક ખાસ કલાકૃતિ છે. તેને કોલંબિયાના ‘મનો ડેલ આર્ટેસાનો – પુએબ્લિટો ડી બારો’ (Mano del Artesano – Pueblito de Barro) એ બનાવ્યું છે.

તેની ઊંચાઈ 9 મીટર એટલે કે લગભગ 29 ફૂટ 6 ઈંચ છે, જ્યારે તેની લંબાઈ 10.36 મીટર એટલે કે લગભગ 34 ફૂટ છે. તેનો આકાર જ તેને ખૂબ ખાસ બનાવે છે.

આખરે કેટલો વિશાળ છે આ ગલ્લો?

આ ગલ્લાની ઊંચાઈ અને લંબાઈ જાણીને જ તમે તેના વિશાળ આકારનો અંદાજો લગાવી શકો છો. 9 મીટર ઊંચાઈનો અર્થ એ છે કે, તે કોઈ બે કે ત્રણ માળની ઈમારત જેટલો ઊંચો દેખાઈ શકે છે. 10.36 મીટરની લંબાઈ તેને વધુ ખાસ બનાવે છે.

સામાન્ય રીતે ગલ્લો એવો હોય છે, જેને સરળતાથી હાથમાં ઉપાડી શકાય અથવા ઘરના કોઈ ખૂણામાં રાખી શકાય. એવામાં આ વિશાળ ગલ્લાને જોઈને સ્પષ્ટ સમજી શકાય છે કે, કલાકારોએ એક સાધારણ વસ્તુને ખાસ રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે.

કોલંબિયાના કલાકારોની ‘ખાસ કલાકારી’

આ વિશાળકાય ગલ્લાને બનાવવા પાછળ કલાકારોની મહેનત અને સર્જનાત્મક (ક્રિએટિવ) વિચારની ઝલક જોવા મળે છે. માટી સાથે જોડાયેલી કલાકૃતિઓ દુનિયાના ઘણા ભાગોમાં બનાવવામાં આવે છે. જો કે, કોઈ સામાન્ય વસ્તુને આટલા મોટા આકારમાં તૈયાર કરવી એ પોતાનામાં જ રસપ્રદ બાબત છે.

Trending Video : બ્લેક કાર જોઈને વિફર્યો આખલો! શિંગડાં મારી મારીને ગાડીનો ભુક્કો બોલાવી દીધો

Follow Us
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
g clip-path="url(#clip0_868_265)">