આમ તો દરેકનું કામ તેના માટે અઘરું હોય છે, પણ જો જોવામાં આવે તો સૌથી અઘરી અને સખત મહેનત કરવાની વાત આવે ત્યારે મજૂરોનું નામ આવે છે. તેમના કામ અને મહેનત વિશે વિચારીને લોકોનો પરસેવો છૂટી જાય છે કારણ કે તેઓ આખો દિવસ ઘરથી દૂર રહી સખત તડકા અને કડકડતી ઠંડીમાં પણ સતત કામ કરે છે. તેઓ આખો દિવસ કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. પરંતુ જુગાડના વાયરલ વીડિયો (Jugaad viral Video) દ્વારા ઘણા મજૂરો પોતાનું કામ એટલી સ્માર્ટ રીતે કરે છે કે ભણેલા-ગણેલા એન્જિનિયરો પણ દંગ રહી જાય છે.
જો કે સોશિયલ મીડિયા પર સ્માર્ટ વર્કના ઘણા ઉદાહરણો જોવા મળશે, પરંતુ આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પોતાના સ્તરે દરેક વ્યક્તિ કોઈને કોઈ જુગાડ કરતો જ રહે છે. પરંતુ કેટલાક લોકોના જુગાડ બધાને પસંદ આવે છે અને તેમાંથી તેમને ઘણું કામ પણ મળે છે. એટલે કે જુગાડ કામને સરળ બનાવે છે. આ જુગાડ બધાને ગમે છે અને જે કામ કરવાનું હોય છે તે પણ ઝડપથી થઈ જાય છે. હવે આ વીડિયો જ જુઓ જ્યાં બે યુવાનો સ્માર્ટ વર્ક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તેમનું કલાકોનું કામ મિનિટોમાં કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવકો એક ઘરમાં ચણતરનું કામ કરી રહ્યા છે. એક યુવક છત પર બેઠો છે અને બીજો નીચે પ્લાસ્ટર બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટરને નીચેથી ઉપર સુધી લાવવામાં કલાકો લાગે છે. પરંતુ આ વીડિયોમાં બંને યુવકો સ્માર્ટ વર્કનો આશરો લે છે. નીચે પ્લાસ્ટર બનાવતો યુવક પ્લાસ્ટર બનાવે છે અને તેને છત તરફ ઉછાળે છે. ત્યારે છત પર બેઠેલો યુવાન ઉતાવળમાં પ્લાસ્ટર પકડે છે. જેના કારણે તેમના કલાકોનું કામ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અપલોડ થતાં જ વાયરલ થયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ બંને યુવકોના કામના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. જુગાડના આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી, કેટલાકે તેની પ્રશંસા કરી તો કેટલાકે તેને અદ્ભુત એડિટીંગ ગણાવી છે.
આ પણ વાંચો: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ PSLV C-52ને સફળતાપૂર્વક કર્યું લોન્ચ