Ajab-Gajab: આવો તે કંઈ નિયમ હોય! પીઝા-સેન્ડવીચ ખાતી મહિલાઓ ટીવી પર નહીં મળે જોવા

|

Oct 07, 2021 | 6:48 PM

આ દેશમાં મહિલાઓ ટીવી પર પીઝા,(Pizza) ડ્રિંક્સ અને સેન્ડવીચ (Sandwich)ખાતી જોવા મળશે નહીં. આ ઉપરાંત કામના કોઈપણ સ્થળે કોઈ પુરુષ કોઈ મહિલાને ચા અને કોફી પીરસી શકે નહીં.

Ajab-Gajab: આવો તે કંઈ નિયમ હોય! પીઝા-સેન્ડવીચ ખાતી મહિલાઓ ટીવી પર નહીં મળે જોવા
File photo

Follow us on

આપણે સૌ ટીવી પર પિઝા(pizza) અને ડ્રિન્ક માટે ઘણી જાહેરાતો જોઈ હશે. આ જાહેરાતોમાં મહિલાઓ કે પુરુષો જોવા મળ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પિઝા અને ડ્રિન્કની (Drink) જાહેરાતોમાં મહિલાઓ પર પ્રતિબંધ લગાવી શકાય? અથવા જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને ચા અને કોફી પીરસે છે તો તે જાહેરાત બંધ કરવી જોઈએ?

 

આ વાંચ્યા બાદ આશ્ચર્ય લાગ્યું ને? પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઈરાનના નવા ટીવી સેન્સરશીપ નિયમ હેઠળ આવી તમામ વિચિત્ર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ વિચિત્ર નિર્દેશ હેઠળ મહિલાઓ ટીવી પર પિઝા, ડ્રિન્ક અને સેન્ડવીચ ખાતી જોવા મળશે નહીં.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

વળી, કોઈ પણ પુરુષ ઈરાનમાં કામના સ્થળે સંબંધિત કોઈ પણ જગ્યાએ મહિલાને ચા-કોફી પીરસી શકે નહીં અને જો આવું ક્યાંય પણ થાય તો નિર્માતા-દિગ્દર્શકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય પણ શેર કરી રહ્યા છે.

 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા આદેશ


અમે તમને જણાવી દઈએ કે આ માહિતી ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB)ના PRના વડા અમીર હુસેન શમશાદીએ શેર કરી છે. શહેરના કેટલાક લોકો તેનો નિર્ણય સાંભળીને ખુશ છે અને કેટલાક નિરાશ પણ છે, તેમણે ચુકાદામાં કહ્યું કે ‘કોઈ પણ મહિલાને લાલ રંગના પીણાં પીતા સ્ક્રીન પર દેખાડવી ના જોઈએ. જો કોઈ આ કરવા માંગતું હોય તો મહિલાઓએ IRIBની પરવાનગી લેવી પડશે.

 

માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જે કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેના પર પ્રતિબંધો લાદવામાં આવશે. IRIBએ ઈરાની હોમ થિયેટર અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનું લાઈસન્સ અને મોનિટરિંગ કરવા માટે સત્રા નામની પેટાકંપની ભાડે લીધી છે.

 

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાત આવશે, 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

 

આ પણ વાંચો :ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે, કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી

 

આ પણ વાંચો :Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે – જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન

Next Article