Shocking Video: ખોટી ટ્રેનમાં ચડી ગઈ મહિલા, ઝડપથી ઉતરવાના ચક્કરમાં પહેલા બાળકોને ફેંક્યા અને પછી પોતે કુદી, જુઓ લાઈવ VIDEO

|

May 16, 2022 | 2:18 PM

Shocking Video: સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ હજારો વીડિયો વાઈરલ થાય છે, પરંતુ તેમાંથી ઉજ્જૈન રેલવે સ્ટેશન પર એક મહિલા ટ્રેનમાંથી કૂદતી નજરે પડે છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.

Shocking Video: ખોટી ટ્રેનમાં ચડી ગઈ મહિલા, ઝડપથી ઉતરવાના ચક્કરમાં પહેલા બાળકોને ફેંક્યા અને પછી પોતે કુદી, જુઓ લાઈવ VIDEO
woman from the train jumped herself

Follow us on

Railway Viral Video: મધ્યપ્રદેશ (Madhya Pradesh), રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક કોન્સ્ટેબલે શનિવારે સવારે ઉજ્જૈન રેલવે સ્ટેશન (Ujjain Railway Station) પર એક મહિલાનો જીવ બચાવ્યો હતો, જ્યારે તે ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે અટવાઈ જવાની હતી. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ ઘટનાના વીડિયોમાં મહિલા તેના બે બાળકોને પ્લેટફોર્મ પર ફેંકતી અને પછી ચાલતી ટ્રેનમાંથી કૂદતા જોઈ શકાય છે.

જૂઓ વાયરલ વીડિયો…

મહિલાએ પહેલા બાળકોને ફેંકી દીધા અને પછી કૂદી પડી

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કૂદીને ડબ્બાના દરવાજા પાસે લપસી જાય છે અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી જવાનો ભય હતો, પરંતુ RPF કોન્સ્ટેબલ મુકેશ કુશવાહાએ સમયસર મહિલાને ખેંચી લીધી. લોકો મુકેશ કુશવાહાની આ બહાદુરી માટે પ્રશંસા કરી રહ્યા છે. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો. મીડિયા અહેવાલો અનુસાર એક અધિકારીએ કહ્યું કે, કોન્સ્ટેબલ મુકેશ કુશવાહાને તેની ત્વરિત કાર્યવાહી માટે પુરસ્કાર આપવામાં આવશે.

GRP પોલીસ અધિક્ષક નિવેદિતા ગુપ્તાએ કહ્યું, ‘મેં તરત જ કોન્સ્ટેબલને 500 રૂપિયાનું ઈનામ આપ્યું છે. મેં GRP ઈન્સ્પેક્ટર રાધેશ્યામ મહાજનને મુકેશ કુશવાહાને ઈનામ આપવા માટે ભલામણ પત્ર લખવા કહ્યું છે. ઈન્સ્પેક્ટર રાધેશ્યામ મહાજને વધુમાં જણાવ્યું હતું કે, ‘એક વ્યક્તિ, તેની પત્ની અને બે બાળકો સવારે 6:30 વાગ્યે સિહોર જવા માટે ટ્રેનમાં ચઢવા સ્ટેશન પર આવ્યા હતા. મહિલા ભૂલથી જયપુર-નાગપુર ટ્રેનમાં ચડી હતી. તેણીએ તેના ચાર અને છ વર્ષના પુત્રને પ્લેટફોર્મ પર ફેંકી દીધા હતા અને પછી ચાલતી ટ્રેનમાંથી કૂદી ગઈ હતી.

Next Article