તમે આવા ઘણા લોકો જોયા હશે કે તેઓ ચશ્મા પહેરીને રાખે છે અથવા તો માથા ઉપર રાખે છે અને પછી આખા ઘરમાં ચશ્મા શોધતા રહે છે અને આશ્ચર્ય થાય છે કે તેઓએ ચશ્મા ક્યાં રાખ્યા છે. જો કે, જ્યારે તેને પોતાને ખબર પડે છે કે ચશ્મા તેની પાસે છે અને તે આખા ઘરમાં તેને શોધી રહ્યો હતો, ત્યારે ખૂબ હાસ્યને પાત્ર થાય છે. પણ શું તમે ક્યારેય એવો કિસ્સો સાંભળ્યો કે જોયો છે કે લોકો બાળકને હાથમાં રાખી ભૂલી જાય અને આખા ઘરમાં બાળકને શોધવાનું શરૂ કરી દે? ના, તો આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગશો. આ વીડિયોમાં એક મહિલા મોબાઈલના ચક્કરમાં હાથમાં રાખેલા બાળકને ભૂલી જાય છે અને ઘરમાં બાળકને શોધવા લાગે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા સોફા પર બેઠી છે અને એક હાથે બાળકને પકડી રાખ્યો છે, જ્યારે બીજા હાથથી મોબાઈલ ચલાવી રહી છે અને પગ વડે વૉકરને આગળ-પાછળ લઈ રહી છે. ખરેખર, તેને લાગે છે કે બાળક વૉકરમાં જ છે. આ દરમિયાન, જ્યારે તેણીએ જોયું કે બાળક વૉકરમાં નથી, ત્યારે તે મોબાઇલને સોફા પર રાખે છે અને ઘરમાં બાળકને શોધવાનું શરૂ કરે છે.
જ્યારે તે ઘરમાં જુએ છે કે બાળક ત્યાં નથી, ત્યારે અચાનક તેનું ધ્યાન તેના હાથ પર જાય છે, ત્યારે ખબર પડે છે કે બાળક તેની સાથે છે અને તે તેને ઘરમાં શોધી રહી હતી. આ પછી તે બાળકને ખુશીથી કિસ કરવા લાગે છે. તમે ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી કે પુરુષ જોયો હશે, જે પોતાના બાળકને હાથમાં રાખી અને ભૂલી ગયો હોય.
अब तक चश्मा, रुमाल, बटुआ, चाबी ही रखकर भूल जाते थे पर अब तो #MobilePhone के चक्कर मे बच्चे भी… 😅#MobileMenace & #Parenting. pic.twitter.com/g2fZhVJHUP
— Dipanshu Kabra (@ipskabra) March 26, 2022
આ ફની વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક મજાની વાત લખી છે. તેણે લખ્યું છે કે, ‘અત્યાર સુધી આપણે ચશ્મા, રૂમાલ, પાકીટ, ચાવી રાખવાનું ભૂલી જતા હતા, પરંતુ હવે મોબાઈલ ફોનના ચક્કરમાં બાળકો પણ..’. 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ એકદમ નવો ટ્રેન્ડ બનવાનો હશે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘ઘોર કળિયુગ આવી ગયો છે પ્રભુ’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, આને રાજસ્થાની ભાષામાં ‘કંખ મેં છોરો ગાંવ’માં હેરો (શોધવું) કહેવાય છે.
આ પણ વાંચો: FPI : આ વર્ષે FPI એ ભારતીય બજારમાંથી 1.14 લાખ કરોડ ઉપાડ્યા, સતત 6 મહિનાથી વેચાણ કરી રહ્યા છે