નાના બાળકોને શાળાએ (School) મોકલવાએ વાલીઓ માટે કોઈ સાહસથી ઓછું નથી. તમે જોયું હશે કે કેટલાક બાળકો શાળાએ જવાના નામે હાઈ વોલ્ટેજ ડ્રામા કરે છે. કેટલાક બાળકો એવી હરકતો કરે છે કે કોઈ તેમને બળજબરીથી સ્કૂલ વાનમાં બેસાડશે નહીં. પણ માતા તો માતા છે. બાળક ગમે તેટલો હોબાળો કરે, પરંતુ માતા તેને પાયાનું શિક્ષણ મેળવવા માટે સરળતાથી શાળાએ છોડવા જાય છે. હવે ફક્ત આ વીડિયો જુઓ જે વાઈરલ થઈ રહ્યો છે. (Kid Viral Video) જ્યારે બાળક શાળાએ જવાની ના પાડે છે, ત્યારે જુઓ કેવી રીતે તેની માતા તેને ટીંગાટોળી કરીને શાળાએ લઈ જાય છે. અમને ખાતરી છે કે આ વિડિયો જોયા પછી તમને તમારું બાળપણ (School Days) ચોક્કસ યાદ આવશે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેના બાળકને ટીંગાટોળી કરીને સ્કૂલે લઈ જઈ રહી છે. મહિલાને મદદ કરવા માટે ઘણા વિદ્યાર્થીઓ શાળાના યુનિફોર્મમાં સાથે છે. આ દરમિયાન બાળક જોરથી બૂમો પાડી રહ્યો છે કે તેને શાળાએ જવું નથી. પરંતુ મહિલા બાળકની વાત સાંભળતી નથી અને તેને શાળાએ લઈ ગયા બાદ જ તે રાહતનો શ્વાસ લે છે.
Don’t forget the efforts taken by your parents and friends to get you good education pic.twitter.com/NuzHtNBziK
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) April 27, 2022
માત્ર 20 સેકન્ડનો આ વીડિયો IFS ડોક્ટર સમ્રાટ ગૌડાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમને સારું શિક્ષણ આપવા માટે તમારા માતા-પિતા અને મિત્રો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને ભૂલશો નહીં.’ એક દિવસ પહેલા શેયર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 8 હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઇક કર્યું છે. જ્યારે 1 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘ બિલકુલ ભૂલી શકતો નથી, સરજી.’ તે જ સમયે એક અન્ય યુઝરે કહ્યું, આ તો અમારી જીંદગી હતી અને તમે તેને ફરી એકવાર સામે મૂકી દીધી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘હાય રે બચપન.’ એકંદરે આ વિડિયો જોયા પછી દરેકને પોતાનું બાળપણ યાદ આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Axis Bankનો Q4 નફો 54 ટકા વધ્યો, પ્રોવિઝનમાં ઘટાડાની અસર પરિણામોમાં દેખાઈ