Viral: વાઘના નાના બચ્ચાએ ક્યુટ અંદાજમાં તેની માં સાથે કર્યો થપ્પો, આ વીડિયોએ 50 લાખથી વધુ લોકોનું દિલ જીત્યું

આ વીડિયો IAS પ્રિયંકા શુક્લાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે યુઝર્સ દ્વારા આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

Viral: વાઘના નાના બચ્ચાએ ક્યુટ અંદાજમાં તેની માં સાથે કર્યો થપ્પો, આ વીડિયોએ 50 લાખથી વધુ લોકોનું દિલ જીત્યું
White cub playing hide and seek with his mother (Image Credit Source: Twitter)
| Edited By: | Updated on: Feb 19, 2022 | 9:22 AM

સોશિયલ મીડિયા (Social Media) પર બાળકોના તોફાન સાથે જોડાયેલા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. આ મસ્તી એટલી ક્યૂટ છે કે જોઈને તમે તેમની માસૂમિયતના દિવાના થઈ જાવ. આ ફક્ત મનુષ્યોના બાળકોને જ નહીં, પણ પ્રાણીઓના બાળકોને પણ લાગુ પડે છે. તાજેતરના દિવસોમાં પણ બાળકના તોફાન સાથે સંબંધિત એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક નાનકડો વાઘ તેની માતા સાથે સંતાકૂકડી (Hide And Seek)ની રમત રમતા જોવા મળે છે. વીડિયોમાં, એક નાનો વાઘ પાછળથી આવે છે અને ખૂબ જ સુંદર રીતે તેની માંને થપ્પો કરે છે, જે તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે.

વીડિયોમાં વ્હાઇટ ટાઇગરનું બચ્ચું (White Tigress And Cub)તેની માતા સાથે તોફાન કરતું જોવા મળે છે. નાના વાઘની આ મસ્તી જોઈને લાગે છે કે તે વાઘણ સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. જ્યારે તે જુએ છે કે તેની માતાનું ધ્યાન અન્ય જગ્યાએ છે, ત્યારે તે પાછળથી તેની તરફ કૂદી પડે છે. સામે ઉભેલી માદા વાઘણ તેનાથી ડરી જાય છે અને અચાનક જમીન પર પડી જાય છે. પરંતુ નાની વાઘની આ ક્યૂટ સ્ટાઇલ લોકોને પસંદ આવી રહી છે.

આ વીડિયો IAS પ્રિયંકા શુક્લાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે યુઝર્સને આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘જો મેં આ રીતે થપ્પો માર્યો હોત તો મને ચોક્કસ ઉડતી ચપ્પલ મળી હોત.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જોઈને બાળપણની યાદો તાજી થઈ ગઈ.’ આ સિવાય બીજા ઘણા આના પર યુઝર્સે ફની કોમેન્ટ કરી.

 

આ પણ વાંચો: PMFBY: ખેડૂતોને પાક વીમા પોલિસી માટે સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, ‘મેરી પોલિસી મેરે હાથ’ ચલાવશે અભિયાન

આ પણ વાંચો: દેશનું ખાઈને દેશ સાથે ગદ્દારી કરનારો NIAનો અધિકારી ઝડપાયો, આતંકવાદી સંગઠન લશ્કર માટેના ગોપનીય દસ્તાવેજો લીક કરવાનો છે આરોપ