Wedding Viral Video : રસમ નિભાવતી વખતે મંડપમાં સુઈ ગઈ કન્યા, અચાનક ઉડી ઉંઘ, Cuteness પર ફિદા થયા લોકો

|

Mar 11, 2023 | 7:18 AM

Wedding Video : આ દિવસોમાં દુલ્હનનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ધાર્મિક વિધિ દરમિયાન સૂઈ જાય છે. આ પછી તેનો વર તેને હળવો માર મારીને હલાવે છે. જે બાદ તેની ઊંઘ તૂટી જાય છે.

Wedding Viral Video : રસમ નિભાવતી વખતે મંડપમાં સુઈ ગઈ કન્યા, અચાનક ઉડી ઉંઘ, Cuteness પર ફિદા થયા લોકો

Follow us on

Bride Viral Video : લગ્નનો દિવસ કોઈપણ વર-કન્યા માટે ખૂબ જ ખાસ હોય છે. તેની તૈયારી લાંબા સમય પહેલાથી શરૂ થાય છે જેથી વર અને કન્યા આ દિવસને જીવનભર યાદ રાખે અને તેને ખાસ બનાવવા માટે, તૈયારીઓ અગાઉથી સારી રીતે શરૂ થાય છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન મંડપમાં દુલ્હન ઊંઘવા લાગી હોય. કદાચ તમે તે જોયું ના હોય? જો નહીં તો આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં રસમ વખતે એક કન્યા સૂઈ જાય છે.

આ પણ વાંચો : Wedding Dance Video : દેવરના લગ્નમાં ભાભીએ મટકાવી કમર, વીડિયો જોઈને લોકોએ કહ્યું- શાનદાર પરફોર્મન્સ

Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો
મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્નનો કાર્યક્રમ ત્રણથી ચાર દિવસનો હોય છે અને વર અને કન્યા તેને પૂર્ણ કરતી વખતે થાકી જાય છે. આ સમય દરમિયાન જ્યારે વરરાજા ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત હોય છે, ત્યારે કન્યાએ મેકઅપની સાથે લહેંગા અને ભારે ઘરેણાં પણ પહેરવા પડે છે. આ કામ ખૂબ જ થકવી નાખનારું છે. તેથી જ ઘણી વખત જોવા મળે છે કે કન્યા ઘણી વખત મંડપમાં સૂઈ જાય છે. હવે આ ક્લિપ પોતે જ જુઓ જ્યાં બેઠા-બેઠા દુલ્હન સૂઈ ગઈ. આ પછી તેનો વર તેને હળવો માર મારીને હલાવે છે. જે બાદ તેની ઊંઘ તૂટી જાય છે.

અહીં વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પંડિતજી એક મંડપમાં મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને વર-કન્યા મંડપમાં બેઠા છે. અહીં દુલ્હને લાલ લહેંગો પહેર્યો છે અને તેના પર સફેદ શાલ ઓઢી છે. આ દરમિયાન તેને ઉંઘ આવે છે અને તે સૂવા લાગે છે અને અહીં પંડિત મંત્ર ચાલુ રાખે છે. થોડી વાર પછી વરરાજા તેને હળવી ટપલી મારે છે અને કન્યા અચાનક ઊભી થઈ જાય છે. તેની હાલત જોઈને સમજી શકાય છે કે તે ખૂબ જ થાકી ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોને 4.6 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને કરોડો લોકોએ તેને જોયો છે. વાયરલ વીડિયો પર લોકોની ફની કમેન્ટ્સ પણ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘દુલ્હનના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાય છે.’ અન્ય યુઝરે લખ્યું કે દુલ્હનનો આઉટફિટ ખૂબ જ ક્યૂટ છે.’ અન્ય એક યુઝરે દુલ્હનને ક્યૂટ ગણાવી છે.

Next Article