સોશિયલ મીડિયા પર ‘કાચા બદામ’ ગીતથી ચર્ચામાં આવેલા ભુવન બદ્યાકરનો (Bhuban Badyakar) સોમવારે રાત્રે અકસ્માત થયો છે. અકસ્માત (Accident) બાદ તેને બીરભૂમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે સમયે તેને છાતીમાં સામાન્ય ઈજા થઈ હતી. સોમવારે રાત્રે તે પોતાના ગામ કુરાલજુરીમાં કાર શીખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો.
ન્યૂઝ એજન્સી IANS અનુસાર પોલીસે જણાવ્યું કે, ભુબન તેના ટ્રેનર સાથે કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તેણે અચાનક બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું અને તેણે કાબૂ ગુમાવ્યો અને રોડની બાજુમાં એક લેમ્પ-પોસ્ટ સાથે અથડાઈ. આ દરમિયાન ભુવન કારમાંથી નીચે પડી ગયો હતો અને તેની છાતીમાં ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મીડિયા સાથે વાત કરતા ભુવન બદ્યાકરે કહ્યું, “હું કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મારો અકસ્માત થયો, પરંતુ તે કોઈ મોટો અકસ્માત નહોતો. ડોક્ટરોએ દવાઓ આપી છે અને તમામ જરૂરી ટેસ્ટ પણ કર્યા છે. હું હવે ઠીક છું.”
કાચા બદામનું ગીત વાઈરલ થયા બાદ ભુવન બદ્યાકર રાતોરાત ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. તેના ગીતને પાછળથી રિમિક્સ કરવામાં આવ્યું અને YouTube પર અપલોડ કરવામાં આવ્યું. જેણે 50 મિલિયનથી વધુ વ્યૂ મેળવ્યા છે. ભુવન બદ્યાકર પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં લક્ષ્મીનારાયણપુર પંચાયતના કુરાલજુરી ગામના દુબરાજપુર બ્લોકના છે. ભુવન બદ્યાકરના પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં તેમની પત્ની, બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. તે ઘરની તૂટેલી વસ્તુઓના બદલામાં મગફળી વેચે છે. તે મગફળી વેચવા માટે સાયકલ દ્વારા દૂરના ગામડાઓમાં જાય છે. તે દરરોજ 3-4 કિલો મગફળી વેચે છે અને 200-250 રૂપિયા કમાય છે.
છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર સેન્સેશન બનેલા ભુવનના ગીતો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભુવન પણ ગયા શનિવારે સંગીતકાર ઈમન ચક્રવર્તીના વસંત ઉત્સવમાં હાજરી આપવા હાવડાના લીલુઆ ગયા હતા. તેણે પોતાનું લોકપ્રિય ગીત પણ ગાયું હતું. જો કે હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર છે. તેમના ઘરે પરત ફર્યાના સમાચારથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. તાજેતરની બંગાળ નાગરિક ચૂંટણી દરમિયાન તેઓ ટીએમસીની તરફેણમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાનૂ મંડલે પોતાના અંદાજમાં ગાયુ Kacha Badam, વીડિયો જોઇ લોકો બોલ્યા – ‘મૂડ ખરાબ કરી નાખ્યો’
આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બાપાએ કીધુ છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે
Published On - 2:16 pm, Tue, 1 March 22