OMG! સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટોયલેટ જવા માટે બતાવી પડશે ડોક્ટરની ચિઠ્ઠી, વિદ્યાર્થીઓ પરેશાન

|

Sep 20, 2021 | 7:20 PM

દરેક શાળામાં (School) અલગ-અલગ નિયમ હોય છે. પરંતુ હાલમાં જ એક એવો નિયમ બનાવવામાં આવ્યો છે જેને લઈને હાલ ચર્ચા થઈ રહી છે.

OMG! સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટોયલેટ જવા માટે બતાવી પડશે ડોક્ટરની ચિઠ્ઠી, વિદ્યાર્થીઓ પરેશાન
File photo

Follow us on

દરેક શાળાના પોતાના નિયમો અને કાયદા હોય છે, જેનું પાલન વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરવું પડે છે. આ નિયમો શાળામાં શિસ્ત જાળવવા માટે કરવામાં આવે છે. પરંતુ ક્યારેક સ્કૂલ મેનેજમેન્ટ આવા વિચિત્ર નિયમો બનાવે છે. જેના પર વિવાદ થયો છે.

 

ઈંગ્લેન્ડના નોટિંગહામની એક શાળાએ આ પ્રકારના નિયમો બનાવવા અંગે ચર્ચામાં છે. શાળા સંચાલનના નવા નિયમો અંગે ધોરણ 10ના વિદ્યાર્થીની માતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. હવે આ મહિલા શાળા સામે કડક પગલાં લેવાનું વિચારી રહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો નોટિંગહામમાં બુલવેલ એકેડેમીનો છે. અહીં 14 વર્ષની બાળકીની માતા શાળા દ્વારા બનાવેલા નવા નિયમોથી ખૂબ જ પરેશાન છે. મહિલાએ શાળાને ‘લશ્કરી શાસન’ અને નકામી ગણાવી છે. શાળાના નવા નિયમો મુજબ બાળકોને ટોયલેટ જવા માટે ડોક્ટર પાસેથી પ્રિસ્ક્રિપ્શન લાવવાનું કહેવામાં આવ્યું છે. સ્કૂલ મેનેજમેન્ટનું કહેવું છે કે કોઈપણ વિદ્યાર્થી જેણે લંચ પહેલા અને પછી ટોયલેટ જવું હોય, તેણે ડોક્ટર દ્વારા લખાયેલ પ્રિસ્ક્રિપ્શન પણ લાવવું જોઈએ.

 

એક વિદ્યાર્થીની માતાને આ નિયમની જાણ થતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આ મહિલા શાળાના નિયમોથી ખૂબ જ ગુસ્સે છે. મહિલાનું કહેવું છે કે આ નિયમ શાળામાં અભ્યાસ કરતી છોકરીઓ માટે ખૂબ જ અપમાનજનક છે.

 

નામ ન આપવાની શરતે વિદ્યાર્થીની માતાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે શાળામાં બાળકો પર વિચિત્ર નિયમો લાદીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ ખોટું છે. માત્ર મારી પુત્રી જ નહીં, પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાકીના બાળકો પણ આવા નિયમોથી હેરાન થતા હશે. આ મહિલા કહે છે કે ઘણા લોકોને ડોક્ટર પાસેથી બનાવેલ પ્રિસ્ક્રિપ્શન મેળવવા માટે હજાર રૂપિયા સુધી ચૂકવવા પડે છે.

 

મહિલાનું કહેવું છે કે પીરિયડ્સના દિવસો દરમિયાન છોકરીઓએ ચાલુ ક્લાસે ટોયલેટમાં જવું પડે છે. દર વખતે શાળા પ્રશાસન નવા ફોર્મ માટે પૂછે છે. મહિલાનું કહેવું છે કે એક વખત બનાવેલું ફોર્મ મેળવવા માટે તેને 3 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા હતા. તેનાથી પરેશાન થઈને હવે આ મહિલા શાળા સામે પગલાં લેવાનું વિચારી રહી છે.

 

આ પણ વાંચો : KKR VS RCB Live Score, IPL 2021 : KKR અને RCB વચ્ચે થશે ટક્કર, વિરાટ કોહલી આજે રચશે ઇતિહાસ

 

આ પણ વાંચો :Sonu Sood Case : શું બિહારના બે વિદ્યાર્થીઓના ખાતામાં આવેલા 960 કરોડ રૂપિયા સાથે છે સોનુ સૂદનું કનેક્શન?

Next Article