Shocking Video : સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે તમને હેરાન કરી દે છે. શું તમે ક્યારેક વિચાર્યું છે કે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો, તે રસ્તા પર સાપ જ સાપ હોય ? કેટલાક લોકોએ આવા દ્રશ્યો કદાચ સપનામાં જોયા હશે. પણ વાયરલ (Viral) થઈ રહેલા વીડિયોમાં આ દ્રશ્યો હકીકતમાં જોવા મળીલ રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરે જોતા વાયરલ થઈ રહેલા વીડિયોમાં રસ્તા પર માત્ર સાપ જ સાપ જોવા મળી રહ્યા છે. આ જીવોને ઘેરીને તેમને રસ્તાની વચ્ચેથી કિનારા પર લાવવામાં આવી રહ્યા છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સાપ નહીં પણ માછલીઓ છે. હવે આ માછલીઓ રસ્તા પર કઈ રીતે આવી તેની જાણકારી નથી મળી પણ આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર એવો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો ચીનનો જ હોવો જોઈએ. કુદરતના જીવો સાથે આવી ઘટનાઓ ચીનમાં જ વધારે બનતી હોય છે. રસ્તા પરના દ્રશ્યો જોઈને પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો ચીનનો જ છે.
આ પણ વાંચો : Shocking Video : મોટા મોટા ખડકને કારણે કારનો વળ્યો કચ્ચરઘાણ, કાટમાળમાંથી જીવતા નીકળ્યા 4 લોકો
આ પણ વાંચો : અરરરર…કઢી પાણીપુરી ? આવો અખતરો જોયો છે ક્યારેય ? Video તમારા રીસ્ક પર જો જો
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, પહેલી નજરે આ સાપ જ લાગે છે પણ તે માછલી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, આ વીડિયો ચીનનો છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ તો સાપ જેવી દેખાતી માછલીઓ છે. આવી અનેક પ્રતિક્રિયાઓ આ વીડિયો પોસ્ટ પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Viral Video : Toofan કાર પર વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો Video થયો Viral