Viral Video: સ્કૂલના ફંક્શનમાં ડાન્સ સ્ટેપ ભૂલી ગઈ બાળકી તો તેના પિતાએ કર્યુ એવું કામ, લોકોએ કહ્યું “બાપ હો તો એસા” !!

|

Feb 08, 2023 | 11:59 AM

બાળકી તેની શાળાના ફંકશનમાં પરફોર્મ કરી રહી છે જો કે અધવચ્ચે તે સામે બેઠેલી ભીડને જોઈને ડાન્સ ભુલી જાય છે. ત્યારે તેની સામે ઓડિયન્સ ગેલેરીમાં બેસીને તેના પિતા જે કરે છે, જે જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

Viral Video: સ્કૂલના ફંક્શનમાં ડાન્સ સ્ટેપ ભૂલી ગઈ બાળકી તો તેના પિતાએ કર્યુ એવું કામ, લોકોએ કહ્યું બાપ હો તો એસા !!
Viral Video When the girl forgot the dance step in the school function

Follow us on

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ દિવસોમાં પિતા-પુત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે દીકરી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કરી રહી છે, પરંતુ ત્યારે જ ડાન્સ સ્ટેપ ભૂલી જાય છે. આ પછી, તેના પિતા જે કરે છે તે જોઈને તમે પણ ખુશ થઈ જશો અને કહેશો કે  “બાપ હોય તો એસા”!!

આ વીડિયો ક્યાંનો છે તેની જાણ નથી પણ આજ કાલ તે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એવું તો શું છે જેના કારણે તે આટલો વાયરલ થયો છે તો તમને જણાવી દઈએ કે બાળકી તેની શાળાના ફંકશનમાં પરફોર્મ કરી રહી છે જો કે અધવચ્ચે તે સામે બેઠેલી ભીડને જોઈને ડાન્સ ભુલી જાય છે. ત્યારે તેની સામે ઓડિયન્સ ગેલેરીમાં બેસીને તેના પિતા જે કરે છે, જે જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. અને આ ક્લિપ જોઈને તમે પણ કહેશો કે આમને ફાધર ઓફ ધ યરનો એવોર્ડ આપવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્ટેપને ભૂલી જતા પિતા કરવા લાગ્યા ડાન્સ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કેટલાક બાળકો સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યાં છે. આ દરમિયાન એક છોકરી તેના ડાન્સ સ્ટેપને ભૂલી જાય છે. પરંતુ પછી એક રમુજી ઘટના બને છે. ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા છોકરીના પિતા તરત જ ડાન્સ સ્ટેપ રિપીટ કરવા લાગે છે, જેને જોઈને છોકરી પણ ડાન્સ કરવા લાગે છે. એક દર્શકે આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલમાંથી રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : ‘બકરી ચડી ઝાડ પર’ !!! વીડિયો જોઈ તમે પણ થઈ જશો દંગ, જુઓ Viral Video

વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

માત્ર 24 સેકન્ડની આ ક્લિપ ટ્વિટર પર ભારે ધૂમ મચાવી રહી છે. આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ વાત શેર કરી છે. આ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે, ‘અને ફાધર ઓફ ધ યરનો એવોર્ડ ગોઝ ટુ…’ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને 2.2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ 10 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. . તેમજ વીડિયો જોઈને લોકો તેને શેર કરી રહ્યા છે તેમજ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

Next Article