ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વનડે સિરીઝની શરુઆત થઈ હતી. પ્રથમ વનડે માં ભારતીય ટીમે 12 રનથી રોમાંચક જીત મેળવી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મેચ બાદ ભારતીય ટીમ બીજી વનડે માટે છત્તીસગઢના રાયપુર પહોંચી છે. રાયપુરની હોટલમાં પહોંચતા જ ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટરોનું હોટલ સ્ટાફ દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.રાયપુરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ભારતીય ટીમનું સ્વાગત કરવા આવ્યા હતા. આ ભવ્ય સ્વાગતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
21 જાન્યુઆરીના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રમાશે. જેના માટે ભારતીય ટીમ રાયપુર પહોંચી છે. રાયપુરની હોટલમાં પારંપરિક નૃત્ય અને ખેલાડીઓને ખેસ પહેરવાની સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તાઓ પર મોટી સંખ્યામાં ફેન્સને જોઈ ભારતીય ટીમના ખેલાડીઓમાં ખુશી જોવા મળી હતી.
Warm welcome for #TeamIndia here in Raipur ahead of the 2⃣nd #INDvNZ ODI 👏 👏 pic.twitter.com/wwZBNjrn0W
— BCCI (@BCCI) January 19, 2023
IND vs NZ 2nd ODI: Team India will reach Raipur today for the second ODI, cricketers will practice tomorrow-Follow Live Updates https://t.co/PqEn2qo3xJ pic.twitter.com/hlxXZS8Gf2
— CrickTale Official (@CricktaleO) January 19, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે હોટલ બહાર મોટી સંખ્યમાં ફેન્સ અલગ અલગ ગીફટ લઈને ખેલાડીઓની રાહ જોઈ રહ્યાં છે. હોટલની અંદર કલાકારો છત્તીસગઢનું પારંપરિક નૃત્ય કરી રહી રહ્યાં છે. તેઓ પારંપરિક વેશમાં જોવા મળી રહ્યાં છે. ભારતીય ટીમની બસ રાયપુરની હોટલ પર પહોંચી હતી.
કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યાકુમાર યાદવ સહિત તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું હોટલ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે બીજી વનડે માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. હાઈ સ્કોરીંગ મેચમાં બંને ટીમોએ વિશાળ સ્કોર ખડક્યા હતા. જોકે ભારતે અંતિમ ઓવરમાં કિવી ટીમને 337 રનના સ્કોર પર સમેટી લઈને 12 રનથી જીત મેળવી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુક્શાન પર નિર્ધારીત ઓવરમાં 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો.જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમની શરુઆત ઠીક ઠાક રહી હતી. ન્યુઝીલેન્ડના માઈકલ બ્રેસવેલે તોફાની સદી ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. શુભમન ગિલ બેવડી સદી ફટકારીને મેચનો હીરો બન્યો હતો.
આ પણ વાંચો : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કરી માગ, જાતીય સતામણી કેસમાં તપાસ બાદ યોગ્ય પગલા લો