Viral Video: 1 દિયર માટે 2 ભાભીઓ વચ્ચે થઈ માથાકૂટ, કારણ જાણીને હસી પડશો

Shocking Video: આ વીડિયો બિહારના નાલંદા જિલ્લાનો છે. મળતી માહિતી મુજબ, બંને ભાભીઓ તેમના દિયર સાથે લગ્ન કરવા માંગતા હતા, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ સમગ્ર ઘટના નાલંદા જિલ્લાના હિલ્સા મલમા ગામની હોવાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલી પત્નીના પતિનું નિધન થઈ ગયું છે.

Viral Video: 1 દિયર માટે 2 ભાભીઓ વચ્ચે થઈ માથાકૂટ, કારણ જાણીને હસી પડશો
Viral Video
| Edited By: | Updated on: Oct 24, 2023 | 5:39 PM

Bihar :  સોશિયલ મીડિયા પર અવારનવાર ચોંકાવનારા વીડિયો જોવા મળે છે. હાલમાં જ આવો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો. વાયરલ (Viral) થઈ રહેલા આ વીડિયોમાં બે ભાભી એક દિયર માટે એકબીજા સાથે લડતી જોવા મળે છે. દિયરને મેળવવા માટે ભાભી વચ્ચે ઉગ્ર લડાઈ થાય છે. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો બિહારના નાલંદા જિલ્લાનો છે. મળતી માહિતી મુજબ, બંને ભાભીઓ તેમના દિયર સાથે લગ્ન કરવા માંગતા હતા, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ સમગ્ર ઘટના નાલંદા જિલ્લાના હિલ્સા મલમા ગામની હોવાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલી પત્નીના પતિનું નિધન થઈ ગયું છે.

દિયર માટે રસ્તા પર લડી ભાભીઓ, જુઓ Video


આવી સ્થિતિમાં પરિવાર વિધવા મહિલાના લગ્ન તેના નાના દિયર સાથે કરાવવા માંગે છે. બીજા ભાઈની પત્ની પણ તેના દિયર સાથે લગ્ન કરવા માંગે છે. જેના કારણે બંને ભાભી વચ્ચે માથાકૂટ થઈ હતી. મામલો એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. સાથે જ સ્થાનિક પોલીસની મદદથી બંનેને શાંત પાડ્યા હતા.

રિપોર્ટ અનુસાર, હુમલાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ કરી. આ પછી સમાજના લોકોએ વચલા ભાઈની વિધવા પત્નીને નાના ભાઈ સાથે પરણાવી. ભાઈ-ભાભીના લગ્ન માટે બે ભાભી વચ્ચે થયેલી લડાઈ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : Shocking Viral Video : સાપની અનોખી હરકતો જોઈને લોકો મૂંઝાઈ ગયા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ઓહ તારી !

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો