Trending Video : દુનિયામાં આસ્તિક અને નાસ્તિક બે પ્રકારનો લોકો હોય છે. આસ્તિક એટલે કે ભગવાનમાં માનનારા લોકો અને નાસ્તિક એટલે ભગવાનના અસ્તિત્વને ના માનનારા લોકો. ભારતમાં આસ્તિક લોકો વધારે છે. અલગ અલગ ધર્મના લોકો પોતાના આસ્થા અનુસાર પોત પોતાના ભગવાનની ભક્તિ કરતા હોય છે. હિંદુ ધર્મમાં સિંહ, ગાય, ઉંદર જેવા પ્રાણીઓ અને જીવોને ભગવાનના વાહનો તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેથી ભારતના (India) લોકો પ્રાણીઓને પણ આસ્થાની દ્રષ્ટ્રિએ જોતા હોય છે.
વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઉંદર એક મંદિરની બહાર માણસની જેમ ઊભા રહીને તાળી વગાડતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉંદર ભક્તિમાં લીન થઈને તાળી પાડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે આ ઉંદર મહારાષ્ટ્રના એક મંદિરમાં આરતીના સમયે તાળી પાડી રહ્યો હતો. એક ભક્ત દ્વારા આ ઘટના કેમેરામાં કેદ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, ટીવી9 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર prabhuhichahiye નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લગભગ 2 લાખ જેટલા વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 25 હજારથી વધારે લાઈક પણ મળી છે.
આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ પહેલા પણ પ્રાણીઓ મંદિરોમાં ભગવાનની ભક્તિ કરતા જોવા મળ્યા છે. કારણ કે આજ સનાતન સત્ય છે. બીજા યુઝરે લખ્યું છે કે, અદ્દભુત છે આ પ્રેમ અને ભક્તિ. અન્ય એક યુઝરે લખ્યું છે કે, હવે સમજાયું કે ભક્તિ કરવું કેટલું જરુરી છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી.
આ પણ વાંચો : Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો